Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પૂર્વે ભાજપનું શક્તિ પ્રદર્શન:હર્ષ સંઘવીએ કહ્યું- કમોસમી વરસાદમાં સરકારે માત્ર ડાંગ જિલ્લામાં જ ₹31 કરોડની સહાય આપી; BJPને વિજયી બનાવવા આહ્વાન કર્યું

    15 hours ago

    ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ અત્યારે ચરમસીમા પર છે. રાજકીય પક્ષો વચ્ચેના આ કાંટાળા જંગ વચ્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ડાંગની મુલાકાત લીધી હતી. આહવા ખાતે યોજાયેલી ‘વિકાસ સંકલ્પ સભા’ ભાજપ માટે એક મોટું શક્તિ પ્રદર્શન સાબિત થઈ છે, જેમાં નાયબ મુખ્યમંત્રીએ સરકારના વિકાસકાર્યો ગણાવીને પક્ષના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા આહ્વાન કર્યું હતું. ભગવાન બીરસા મુંડાને અર્પણ કરી પુષ્પાંજલિ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની મુલાકાતની શરૂઆત ખૂબ જ આત્મીય અને ઉષ્માભર્યા વાતાવરણમાં થઈ હતી. તેમણે પોતાના પ્રવાસની શરૂઆત સ્થાનિક કાર્યકરો સાથે ચા પીને કરી હતી. આ દરમિયાન, તેમણે વર્ષ 1990-91માં ભાજપની સ્થાપના થઈ ત્યારથી પક્ષના પાયાના પથ્થર સમાન અને સ્થાપક પ્રમુખ રહેલા દિલીપ ચૌધરી સાથે ખાસ મુલાકાત કરી જૂની યાદો તાજી કરી હતી. ત્યાર બાદ, હર્ષ સંઘવીએ આહવા ખાતેના બીરસા મુંડા સર્કલ પર પહોંચી આદિવાસી સમાજના જનજાતિ ગૌરવ ભગવાન બીરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ સમયે તેમણે આદિવાસી પરંપરા મુજબ તીર-કામઠું હાથમાં લઈ ‘ભારત માતાની જય’ના નારા સાથે આદિવાસી સંસ્કૃતિ પ્રત્યે પોતાનું ગૌરવ વ્યક્ત કર્યું હતું. સરકાર ખેડૂતોની સાથે: વિકાસ કાર્યોનો ચિતાર ‘વિકાસ સંકલ્પ સભા’માં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા હર્ષ સંઘવીએ રાજ્ય સરકારની ઉપલબ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કમોસમી વરસાદ જેવી કપરી પરિસ્થિતિમાં પણ સરકાર ખેડૂતોની સાથે મક્કમતાથી ઊભી રહી છે. ડાંગ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને ત્વરિત સહાય રૂપે ₹31 કરોડની રકમ પહોંચાડવામાં આવી છે. સાથે જ તેમણે ડાંગની એક મોટી સિદ્ધિનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ડાંગ જિલ્લો રાસાયણિક ખેતીનો ત્યાગ કરીને ગુજરાતનો પ્રથમ 100% પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો બન્યો છે, જે સમગ્ર રાજ્ય માટે ગર્વની વાત છે. રાજકીય સમીકરણો અને ચૂંટણી જંગ ડાંગમાં આ વખતે ત્રિપાંખિયો ચૂંટણી જંગ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભાજપ માટે આ સભા શક્તિ પ્રદર્શન સમાન હતી. સભાના સ્થળ પર ઉમટેલી લોકોની ભીડ અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા કરાયેલું ઉષ્માભર્યું સ્વાગત ભાજપ માટે ઉત્સાહજનક રહ્યું છે. નાયબ મુખ્યમંત્રીની આ મુલાકાતને ભાજપના 'સ્ટ્રેટેજિક પગલા' તરીકે જોવામાં આવી રહી છે, જેનો ઉદ્દેશ્ય છેલ્લી ઘડીએ મતદારોના મન પર પ્રભાવ પાડવાનો અને પક્ષની મજબૂતી વધારવાનો છે. આ સભામાં ભાજપના ઉમેદવારો, પક્ષના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા. હવે જોવાનું એ રહેશે કે, ચૂંટણીના આ જંગમાં હર્ષ સંઘવીની આ મુલાકાત કેટલા અંશે પરિણામોમાં પરિવર્તન લાવે છે.
    Click here to Read More
    Previous Article
    'અમે પાટીદારોએ દંડા ખાધા, ભાગો છો કેમ?' કથીરિયા સામે આક્રોશ:મહિલાઓએ ભાજપ નેતાઓને આડે હાથ લીધા, કહ્યું- સત્તા તમારી છે તો કામ કેમ નથી થતું?
    Next Article
    ફૂટપાથ પર રમકડા વેચતા આશાબેનને ફોન આવ્યો ને નસીબ ખુલ્યું:અમદાવાદમાં પાથરણાથી ગુજરાન ચલાવતા મહિલાને ચૂંટણીની ટિકિટ મળી, કહ્યું- જીતવા પૈસા નહીં જનતાનો વિશ્વાસ જરૂરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment