Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'અમે પાટીદારોએ દંડા ખાધા, ભાગો છો કેમ?' કથીરિયા સામે આક્રોશ:મહિલાઓએ ભાજપ નેતાઓને આડે હાથ લીધા, કહ્યું- સત્તા તમારી છે તો કામ કેમ નથી થતું?

    14 hours ago

    સુરત શહેરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, પરંતુ આ વખતે ભાજપના નેતાઓ માટે પ્રચાર કરવો લોઢાના ચણા ચાવવા જેવો સાબિત થઈ રહ્યો છે. શહેરના વોર્ડ-3 (વરાછા)માં ભાજપે અલ્પેશ કથીરિયાની પત્ની કાવ્યા પટેલની ટિકિટ આપી છે. આજે (18 એપ્રિલ) અલ્પેશ કથીરિયા પોતાની ટીમ સાથે ગ્રીન ઝોન સોસાયટીમાં પ્રચાર અર્થે જતા જનતાના રોષનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક પાટીદાર મતદારોએ નેતાઓને રોકડું પરખાવતા કહ્યું હતું કે, ‘અમે આંદોલન વખતે પાટીદારોએ દંડા ખાધા છે, તો અત્યારે સવાલ પૂછીએ છીએ તો તમે ભાગી કેમ જાઓ છો?’ અલ્પેશ કથીરિયા જ્યારે સોસાયટીમાં પ્રવેશ્યા ત્યારે તેમને અપેક્ષા હશે કે ફૂલહારથી સ્વાગત થશે, પરંતુ અહીં ચિત્ર ઉલટું હતું. પાટીદાર યુવાનોએ અલ્પેશને જૂની યાદો યાદ કરાવતા કહ્યું કે, જે આંદોલન માટે સમાજે લાઠીઓ ખાધી અને કેસો વેઠ્યા, તે શક્તિનો ઉપયોગ હવે સત્તામાં ગયા પછી કેમ નથી થતો? અલ્પેશની સફાઈ અને મતદારોની દલીલો જ્યારે ભીડ વધી અને સવાલોનો મારો શરૂ થયો, ત્યારે અલ્પેશ કથીરિયાએ શાંતિ જાળવવાનો પ્રયાસ કરતા કહ્યું, "અમે ક્યાં ભાગીએ છીએ? જવાબ તો આપીએ જ છીએ." જોકે, જનતાનો આક્રોશ અલ્પેશના આશ્વાસનથી શાંત થાય તેમ નહોતો. યુવકોએ સીધો રસ્તાનો મુદ્દો પકડ્યો અને પૂછ્યું કે, જો ભાજપની સત્તા છે તો કામ કેમ અટકેલા છે? અલ્પેશે 'કોર્પોરેટર બન્યા પછી કામ થશે' તેવી વાત કરી, પણ જનતાએ તેમને વર્તમાન સત્તાના જવાબદાર ગણીને ભીંસમાં લીધા હતા. ચર્ચા દરમિયાન જ્યારે મામલો ગરમાયો ત્યારે અલ્પેશ કથીરિયા અને તેમની ટીમે લોકોને વીડિયો ઉતારવાની મનાઈ કરી હતી. કહ્યું, "અમે કોઈના દુશ્મન નથી, વીડિયો બંધ કરો." મહિલાઓએ DJ બંધ કરાવી રસ્તાની સમસ્યા ગણાવી ભાજપના ઉમેદવારોના સ્વાગત માટે સોસાયટીમાં ડીજે વગાડવામાં આવી રહ્યું હતું અને સમર્થકો હારતોરા કરી રહ્યા હતા. આ ભપકા વચ્ચે સોસાયટીની ગૃહિણીઓ બહાર આવી હતી અને ડીજે બંધ કરાવી દીધું હતું. મહિલાઓનો આક્રોશ હતો કે, જ્યારે વિસ્તારમાં રસ્તાના ઠેકાણા નથી, ખાડાઓનું સામ્રાજ્ય છે, ત્યારે આટલો મોટો દેખાડો શા માટે? જે વ્યક્તિએ થોડીવાર પહેલા ઉમેદવારને ખેસ પહેરાવ્યો હતો, તે જ વ્યક્તિએ સુવિધાના અભાવે નેતાઓનો ઉધડો લેવાનું શરૂ કર્યું હતું. શિક્ષણ અને સરકારી સ્કૂલોની દયનીય સ્થિતિ પર પ્રહાર વાત માત્ર રસ્તાઓ પૂરતી મર્યાદિત ન રહી, પણ સરકારી શિક્ષણ વ્યવસ્થા સુધી પહોંચી હતી. યુવાનોએ નેતાઓને પૂછ્યું કે, સરકારી શાળાઓની હાલત જુઓ, કોઈ મધ્યમ વર્ગનો માણસ પોતાના બાળકને ત્યાં મોકલવા માંગતું નથી. ખાનગી શાળાઓની ફી સિસ્ટમ બેફામ છે, તેમાં તમે શું સુધારો કર્યો? નેતાઓએ સુરતમાં નવી સ્કૂલો બની હોવાનો દાવો કર્યો હતો, પરંતુ લોકોએ તેને માત્ર કાગળ પરની વાતો ગણાવીને ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. ‘સાત કમળ’ લાવવાના લક્ષ્ય સામે જનતાના પાયાના સવાલો ભાજપ જ્યારે તમામ બેઠકો જીતવાનો દાવો કરી રહી છે, ત્યારે યુવાનોએ કટાક્ષ કરતા કહ્યું કે, તમારે સાત કમળ (તમામ બેઠકો) જીતવી હોય તો જનતાના કામ પણ કરવા પડશે. લાઈટ, ગટર અને પાણી જેવી પાયાની જરૂરિયાતો માટે પણ જો જનતાએ વલખાં મારવા પડતા હોય, તો કયા મોઢે મત માંગવા આવો છો? નેતાઓએ જ્યારે એમ કહ્યું કે, અમે બધું જ કામ કર્યું છે, ત્યારે લોકોએ પુરાવા માંગ્યા હતા અને ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. 20 વર્ષના સપોર્ટ સામે સુવિધાના નામે મીંડું સ્થાનિકોએ નેતાઓને યાદ અપાવ્યું હતું કે, આ વિસ્તાર છેલ્લા 20 વર્ષથી ભાજપને સપોર્ટ કરતો આવ્યો છે, તેમ છતાં આજે પણ ગટરો ઉભરાય છે અને રસ્તા પર ખાડા છે. તમે જ્યારે મત લેવા આવો છો ત્યારે મોટા મોટા વાયદા કરો છો અને જીત્યા પછી ભૂલી જાઓ છો, તેવો ગંભીર આક્ષેપ યુવાને કર્યો હતો. સોસાયટીના લોકોએ એકસૂરે જણાવ્યું હતું કે, સમસ્યા કોઈ એક વ્યક્તિની નથી, આખી સોસાયટીના રસ્તા ચોમાસામાં નર્ક સમાન બને છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં રવિવારે વીજ પુરવઠો બંધ:19 એપ્રિલે 11KV અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી થશે
    Next Article
    સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પૂર્વે ભાજપનું શક્તિ પ્રદર્શન:હર્ષ સંઘવીએ કહ્યું- કમોસમી વરસાદમાં સરકારે માત્ર ડાંગ જિલ્લામાં જ ₹31 કરોડની સહાય આપી; BJPને વિજયી બનાવવા આહ્વાન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment