Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં રવિવારે વીજ પુરવઠો બંધ:19 એપ્રિલે 11KV અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી થશે

    15 hours ago

    વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરી દ્વારા 19 એપ્રિલ, 2026, રવિવારના રોજ વીજ પુરવઠો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. સવારે 10 થી બપોરે 4 વાગ્યા સુધી 11 KV ગર્લ્સ સ્કૂલ ફીડરમાં અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરીને કારણે ખારવાવાડ, હરિજનવાસ, બકાલા માર્કેટ, મચ્છી માર્કેટ, ભાંડા શેરી, માવજી મૂળજી બિલ્ડીંગ, ધાવા ખાના, બાટલી મઢી, સાગર ભુવન, કામનાથ ચોક અને ખારા કુવા સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાશે. વીજ ગ્રાહકોને નોંધ લેવા જણાવાયું છે કે સમારકામ પૂર્ણ થયા બાદ કોઈપણ પ્રકારની પૂર્વ સૂચના વિના વીજ પુરવઠો ફરીથી ચાલુ કરી દેવામાં આવશે. વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરીના ઇમરજન્સી ફોલ્ટ સેન્ટરના નંબર 96876 33787 અને 02876 22210 છે. વીજ સંબંધિત કોઈપણ સમસ્યા માટે આ નંબર પર સંપર્ક કરી શકાય છે. પરિવારના સભ્યોની સલામતી માટે વીજ સ્થાપન પર યોગ્ય ક્ષમતાની ELCB (અર્થ લીકેજ સર્કિટ બ્રેકર) લગાવવી જરૂરી છે. ELCB લગાવવાથી વીજ અકસ્માતનું જોખમ ઘટાડી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં ગુજસીટોક એક્ટ હેઠળ પોલીસની કાર્યવાહી:જેલમાંથી કબ્જો મેળવી 8 આરોપીઓ છ દિવસના રિમાન્ડ પર, ફરાર અન્ય 3 આરોપીઓની શોધખોળ ચાલુ
    Next Article
    'અમે પાટીદારોએ દંડા ખાધા, ભાગો છો કેમ?' કથીરિયા સામે આક્રોશ:મહિલાઓએ ભાજપ નેતાઓને આડે હાથ લીધા, કહ્યું- સત્તા તમારી છે તો કામ કેમ નથી થતું?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment