Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં કોંગ્રેસના કોર્પોરેટરો ચીફ ઓફિસરની ચેમ્બર બહાર ધરણાં પર બેઠા:8 વોર્ડમાં 3 મહિનાથી ઉભરાતી ગટરો, ચીફ ઓફિસરના ઉદ્ધતાઈભર્યા વર્તનનો વિરોધ

    12 hours ago

    પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરના ઉદ્ધતાઈભર્યા વર્તન અને 8 વોર્ડમાં છેલ્લા ત્રણ મહિનાથી ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાના વિરોધમાં કોંગ્રેસના કોર્પોરેટરોએ પાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસરની ચેમ્બર બહાર ધરણાં શરૂ કર્યા છે. નાગરિકો વારંવાર રજૂઆત કરવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી ન થતા આ પગલું ભરવામાં આવ્યું છે. શહેર કોંગ્રેસ પ્રમુખ અને કોર્પોરેટર દીપક પટેલે જણાવ્યું હતું કે, પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 1, 2, 3, 4, 5, 6, 10 અને 11 સહિતના વિસ્તારોમાં ભૂગર્ભ ગટર ઉભરાવવાની ગંભીર સમસ્યા છે. મેન રાઈઝિંગ લાઈન બેસી જવાના કારણે ગટરનું પાણી રસ્તાઓ પર ફરી વળ્યું છે. આ સમસ્યા છેલ્લા ત્રણ મહિનાથી હોવા છતાં પાલિકા સત્તાધીશો કે ચીફ ઓફિસર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવાયા નથી. સામાન્ય બોર્ડમાં આ સમસ્યાના ઉકેલ માટે ભાજપ અને કોંગ્રેસના તમામ કોર્પોરેટરો દ્વારા 70 લાખ રૂપિયાના વધારાના કામો મંજૂર કરવામાં આવ્યા હતા. જોકે, બોર્ડ મળ્યાને 20 દિવસ વીતી ગયા હોવા છતાં આ ગંભીર સમસ્યાનો હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. દીપક પટેલે ઉમેર્યું કે, તેમને રોજ સવારે ભૂગર્ભ ગટર ઉભરાવવા અંગેના 15થી 20 ફોન કોલ્સ આવે છે. આજે સવારે વોર્ડ નંબર 11ના કોર્પોરેટરના પુત્ર નિખિલભાઈએ નિર્મલ નગરનો આખો રોડ ગટરના પાણીથી ભરાઈ ગયો હોવાની જાણ કરી હતી. કોંગ્રેસના આગેવાનોએ સ્થળ પર જઈ વીડિયો ઉતાર્યો અને ચીફ ઓફિસરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. રજૂઆત દરમિયાન ચીફ ઓફિસરે કોર્પોરેટરો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરી તેમને ચેમ્બરની બહાર નીકળી જવાનું કહેતા, તમામ કોર્પોરેટરો તેમની ચેમ્બરની બહાર ધરણાં પર બેસી ગયા હતા. છેલ્લા ત્રણ મહિનાથી વિકરાળ બનેલી ગટરની સમસ્યાને કારણે સ્થાનિકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે અને રોગચાળો ફાટી નીકળવાની સંભાવના છે. તેમ છતાં, પાલિકા દ્વારા કોઈ પાવડરનો છંટકાવ કે ગંદકી દૂર કરવાની કામગીરી કરવામાં આવતી નથી. કોંગ્રેસના કોર્પોરેટરો, આગેવાનો અને કાર્યકરોએ ચીફ ઓફિસરની ચેમ્બર પાસે પડાવ નાખી જ્યાં સુધી સમસ્યાનો યોગ્ય અને સમયસર ઉકેલ ન આવે ત્યાં સુધી ધરણાં ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.
    Click here to Read More
    Previous Article
    SWCG ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટીમ ડોમિનેટર્સ વિજેતા:મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા આયોજન, 12 મહિલા ટીમોએ ભાગ લીધો
    Next Article
    નરોડા કોલેજમાં યુવક સહકારી તાલીમ વર્ગ:ગુજરાત અને અમદાવાદ સહકારી સંઘના ઉપક્રમે 6 દિવસીય આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment