Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફૂટપાથ પર રમકડા વેચતા આશાબેનને ફોન આવ્યો ને નસીબ ખુલ્યું:અમદાવાદમાં પાથરણાથી ગુજરાન ચલાવતા મહિલાને ચૂંટણીની ટિકિટ મળી, કહ્યું- જીતવા પૈસા નહીં જનતાનો વિશ્વાસ જરૂરી

    14 hours ago

    ચૂંટણીમાં દરેક પાર્ટી એક બીજા પર એવો આક્ષેપ કરતી હોય છે કે પરિવારના લોકોને જ ટિકિટ આપવામાં આવે છે. છતાં પણ દરેક પાર્ટી નેતાના દીકરાને ટિકિટ આપી ચૂંટણી મેદાને ઉતારતી હોય છે. તેમજ રાજકીય જગતમાં સામાન્ય રીતે અનુભવી અને સ્થાપિત નેતાઓને ટિકિટ મળતી હોય છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસે માસ્ટરસ્ટ્રોક રમ્યો છે. ગુજરી બજારમાં રમકડાંના પાથરણાથી ગુજરાન ચલાવતા મહિલા કાર્યકર્તા આશાબેન દંતાણીને શાહપુર વોર્ડમાં સામાન્ય સ્ત્રી અનામત બેઠક પરથી ટિકિટ આપી ચૂંટણી મેદાને ઉતાર્યા છે. આશાબેનને કોંગ્રેસમાંથી ફોન આવ્યો ને નસીબ ખુલ્યું. મારી પાસે સગવડ નથી કહેતા જ સપોર્ટ કર્યો. રમકડાં વેચીને ગુજરાન ચલાવતા આશાબેનને કોંગ્રેસે ટિકિટ આપી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસે શાહપુરમાંથી આશાબેન દંતાણીને ઉમેદવાર બનાવતા એક સામાન્ય મહિલાની અસામાન્ય સફર શરૂ થઈ ગઈ છે. ગુજરી બજારમાં ફૂટપાથ પર રમકડાં વેચીને ગુજરાન ચલાવતા આશાબેન હવે લોકોના હકો માટે લડવા મેદાનમાં ઉતરી છે. દિવસભર મહેનત કરીને પરિવારનું પેટ ભરનારા આશાબેન લોકોની સમસ્યા અને મુદ્દાઓનું નિરાકરણ લાવવા માટે ઘર ઘર સુધી જઈ રહ્યાં છે. આશાબેન માટે ચૂંટણી માત્ર સત્તા મેળવવાનો માર્ગ નથી, પરંતુ જીવનભરના સંઘર્ષને અવાજ આપવાનો પ્રયાસ છે. 'ફોન આવ્યો ત્યારે મેં કહ્યું હતું કે....' શાહપુર વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર આશાબેન દંતાણીએ જણાવ્યું હતું કે, મને કોંગ્રેસે ટિકિટ આપી એની ખુબ ખુશી છે. રસ્તા પરથી અમને ક્યાંથી ક્યાં લાવીને બેસાડી દીધા છે. તમામ સમાજ અમારી સાથે જ છે. જેથી ચૂંટણી માટે પૈસાની જરૂર નથી પ્રજામાં સાથ અમે સહકારની જરૂર છે. 'ધંધો પણ ચાલુ રાખીએ છીએ અને પ્રચાર પણ કરીએ છીએ' પૈસાથી નહીં જનતાનો વિશ્વાસ જીતીને ચૂંટણી લડીશું તેવું કહેતા આશાબેને જણાવ્યું હતું કે, ગુજરી બજારમાં જૂના રમકડા વેચવાનું કામ કરું છું. તેમજ બાકીના દિવસ ફૂટપાથ પર રમકડા વહેંચીએ છીએ. કોંગ્રેસે આ વખતે અમારા જેવા લોકોને ટિકિટ આપી તે ગર્વની વાત કહેવાય છે. ધંધો પણ ચાલુ રાખીએ છીએ અને પ્રચાર પણ કરીએ છીએ. કોણ છે આશાબેન દંતાણી આશાબેન દંતાણી મૂળ બેચરાજી તાલુકામાં આવેલા વુરજ ગામના વતની છે. પરંતુ આશાબેનનો જન્મ અમદાવાદમાં જ થયો છે અને સાસરું પણ અમદાવાદના શાહપુરમાં આવેલું છે. અત્યારે શાહપુરમાં આવેલા શંકરભવન ખાતેભાડાના મકાનમાં પરિવાર સાથે રહીને ગુજરાન ચલાવે છે. આશાબેન તેના પતિ સાથે રમકડા વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે પરિવારમાં આશાબેન તેમના પતિ, બે દીકરા અને બે દીકરી છે. એક દીકરાના લગ્ન થઈ ગયા છે. જો કે એક દીકરો 24 વર્ષનો છે, પરંતુ માસનિક રીતે બીમાર હોવાથી તેના લગ્ન થયા નથી. દીકરો અત્યારે છૂટક મજુરી કરીને તેના પરિવારનું ગુજરાન ચલાવે છે જ્યારે આશાબેન અને તેમના પતિ ગુજરી બજારમાં રમકડા વહેંચીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે બાકીના દિવસ શાહપુરમાં આવેલા શંકરભવન પાસે બ્રિજના છેડે પાથરણા પાથરીને રમકડાનું વેચાણ કરે છે. પૂર્વ ધારાસભ્યએ ચૂંટણી લડવા માટે ફોન કર્યો હતો આશાબેનના પતિ કોંગ્રેસ સાથે જોડાયેલા છે. જેથી પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે તેમને ચૂંટણી લડવા માટે ફોન કર્યો હતો. પરંતુ ચૂંટણી લડી શકે તે માટેના પૈસા ન હોવાથી પહેલા આશાબેન દંતાણીએ ચૂંટણી લડવાની ના પાડી હતી. પરંતુ તે બાદ પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને અન્ય કોંગ્રેસના નેતાઓએ સપોર્ટ કરવાનું કહેતા હવે આશાબેન દંતાણી ચૂંટણી લડી રહ્યા છે. પૈસાની સગવડ ન હોવાથી ચુંટણી લડવાનો ઇનકાર કર્યો હતો છેલ્લા 25 વર્ષથી આશાબેન દંતાણી ગુજરી બજારમાં બેસે છે ત્યાં રમકડાં વેચી પોતાનું ગુજરાન ચલાવે છે. કોંગ્રેસમાં ટિકિટ માટે આશાબેન દંતાણીએ કોઈપણ પ્રકારની દાવેદારી નોંધાવી નહોતી. છતાં પાર્ટીએ પાથરણા પર વસ્તુ વેચીને રોજગાર કરતી એક સામાન્ય મહિલા કાર્યકરને તક આપી મતદારોને આકર્ષવા માટે માસ્ટરસ્ટ્રોક રમ્યો છે. આશાબેનનું જીવન સામાન્ય નાગરિકની જેમ સંઘર્ષભર્યું રહ્યું છે. જેથી આશાબેનને આશા પણ નહતી કે તેમને ચૂંટણી લડવાની તક મળશે. જેથી ચૂંટણી લડવા માટે કહેવામાં આવ્યું ત્યારે તેમણે પૈસાની સગવડ ન હોવાથી ચુંટણી લડવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ આજે પાર્ટી અને પેનલ સાથે મળીને ચૂંટણી જીતાડવા માટે કામ કરી રહી છે. 'ચૂંટણી જીતવા પૈસા નહીં જનતાનો વિશ્વાસ જીતવો ખૂબ જરૂરી' કોઈપણ ચૂંટણીમાં પ્રચાર અને જીતવા માટે સૌથી વધુ જરૂર પૈસાની પડતી હોય છે. પૈસા વગર કોઈપણ ચૂંટણી લડવી મુશ્કેલ થઈ જતી હોય છે. પરંતુ શાહપુર વોર્ડમાં આશાબેન દંતાણી તેમની પેનલ સાથે જનતાનો વિશ્વાસ જીતીને ચૂંટણી જીતવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. તેમજ આશાબેન દંતાણીને જનતા સાથે જોડાયેલા ઉમેદવાર તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે. ગરીબોની આશા આશાબેનના નારા સાથે શાહપુર વોર્ડમાં આખી પેનલ લોકોના ઘર ઘર સુધી જઈને પ્રચાર કરી રહી છે. આખી પેનલ લોકોના ઘરે ઘરે જઈને મતદારોનો વિશ્વાસ માટેના પ્રયાસ કરી રહી છે. તેમજ ઉમેદવારોનું માનવું છે કે, ચૂંટણી જીતવા માટે પૈસા નહીં જનતાનો વિશ્વાસ જીતવો ખૂબ જરૂરી છે. 'અનેક પથારાવાળા લોકોને પણ ખૂબ સમસ્યાઓ' તેને વધુમાં કહ્યું કે, જનતાને પાણી, ગટર અને રોડ રસ્તાની સમસ્યાનું નિરાકરણ લાવવાનું વચન આપી વિશ્વાસ જીતીએ છીએ. મારા જેમ અનેક પથારાવાળા લોકોને પણ ખૂબ સમસ્યાઓ છે. એક જગ્યાએથી ઉઠાવીને બીજી જગ્યાએ બેસવામાં આવે છે જેથી તે લોકો પણ હેરાન થાય છે. જેથી અમારી ઈચ્છા એવી છે કે તેમને સારી જગ્યા ફાળવવામાં આવે. 'આ વખતે અમે એક ટ્રમ્પ કાર્ડનો ઉપયોગ કર્યો છે' શાહપુર વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર અકબર ભટ્ટીએ જણાવ્યું હતું કે, ગયા પાંચ વર્ષમાં અમે જ્યાં જ્યાં કામ કર્યું છે ત્યાં અમને ઘણો સપોર્ટ મળી રહ્યો છે. અમારી સાથે ટીમમાં પૂર્વ કોર્પોરેટર છે, યુવાનો ઉમેદવાર છે. દેવીપૂજક સમાજમાંથી આજ સુધી કોઇએ ટિકિટ આપી નથી જ્યાં અમે તેમને ટિકિટ આપી છે. જે પ્રજાની વચ્ચે રહેતો હોય છે અને પ્રજાનો વ્યક્તિ હોય છે તેને પૈસાની જરૂર હોતી નથી. જેથી ઓછા પૈસા ખર્ચ કરી આશાબેન સાથે આખી પેનલ ચૂંટણી લડી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પૂર્વે ભાજપનું શક્તિ પ્રદર્શન:હર્ષ સંઘવીએ કહ્યું- કમોસમી વરસાદમાં સરકારે માત્ર ડાંગ જિલ્લામાં જ ₹31 કરોડની સહાય આપી; BJPને વિજયી બનાવવા આહ્વાન કર્યું
    Next Article
    PM Modi To Address Nation At 8:30 PM Today, Suspense Over Subject

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment