Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં આદિજાતિ વિકાસ માટે ₹31 કરોડ મંજૂર:938 વિકાસકાર્યોના વાર્ષિક આયોજનને બેઠકમાં લીલીઝંડી

    3 days ago

    પંચમહાલ જિલ્લામાં આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે કુલ રૂ. 31.08 કરોડના વાર્ષિક આયોજનને મંજૂરી આપવામાં આવી છે. જિલ્લા પ્રભારી મંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને યોજાયેલી પંચમહાલ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની વર્ષ 2026-27ની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ આયોજન હેઠળ જિલ્લામાં કુલ 938 વિકાસકાર્યો હાથ ધરવામાં આવશે. મંજૂર થયેલા રૂ. 31.08 કરોડના ભંડોળમાં ગુજરાત પેટર્ન હેઠળ પ્રાયોજના વિસ્તાર માટે રૂ. 26.34 કરોડ અને છૂટાછવાયા વિસ્તાર માટે રૂ. 4.73 કરોડની જોગવાઈનો સમાવેશ થાય છે. આ જોગવાઈને સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી. પ્રભારી મંત્રી રમેશભાઈ કટારાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સર્વાંગી અને સમાન વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તેમણે અધિકારીઓ અને વિવિધ વિભાગો વચ્ચે સંકલન જાળવીને તમામ વિકાસકાર્યો સરકારની માર્ગદર્શિકા મુજબ ગુણવત્તાસભર અને સમયમર્યાદામાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા તાકીદ કરી હતી. મંત્રીએ બાકી રહેલા વિકાસકાર્યોની સમીક્ષા કરી ચોમાસા બાદ મંજૂર થયેલા તમામ કામો ઝડપથી પૂર્ણ કરવા પણ નિર્દેશ આપ્યો હતો. આ આયોજન હેઠળ રોડ, પેવર બ્લોક, પીવાના પાણીની સુવિધા, કમ્પાઉન્ડ વોલ, શૌચાલય, ગટર વ્યવસ્થા અને વીજળી સહિતના માળખાકીય વિકાસના અનેક કામો હાથ ધરવામાં આવશે. આ કાર્યોથી આદિજાતિ વિસ્તારોમાં પ્રજાસુખાકારીને વધુ વેગ મળશે. વર્ષ 2026-27ના આયોજનમાં પછાત વર્ગ કલ્યાણ માટે સૌથી વધુ 22.90 ટકા રકમ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત, રસ્તા અને પુલો માટે 13.50 ટકા, નાની સિંચાઈ યોજનાઓ માટે 12.14 ટકા, સામાન્ય શિક્ષણ માટે 11.12 ટકા, કૃષિ વિકાસ માટે 10.16 ટકા, તબીબી સેવાઓ માટે 7.33 ટકા અને ગ્રામ વિકાસ માટે 6.86 ટકા જોગવાઈ કરવામાં આવી છે. જિલ્લાના સાત તાલુકાઓમાંથી મળેલી દરખાસ્તોના આધારે કુલ 938 વિકાસકાર્યોને મંજૂરી અપાઈ છે. જેમાં ઘોઘંબા તાલુકો 253 કામો અને રૂ. 8.11 કરોડના બજેટ સાથે પ્રથમ સ્થાને રહ્યો છે. ગોધરા તાલુકામાં 169, મોરવા (હડફ)માં 211, હાલોલમાં 119, શહેરામાં 109, કાલોલમાં 90 અને જાંબુઘોડામાં 40 વિકાસકાર્યો હાથ ધરવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલ, સાંસદ રાજપાલસિંહ જાદવ, ધારાસભ્યો સી.કે. રાઉલજી, ફતેસિંહ ચૌહાણ, નિમિષાબેન સુથાર, જિલ્લા કલેક્ટર અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી પ્રણવવિજય વર્ગીય સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં PM સ્વનિધિ ધિરાણ કેમ્પ યોજાયો:નગરપાલિકા દ્વારા આયોજિત કેમ્પમાં 120 નાના વેપારીઓને લોનનો લાભ મળ્યો
    Next Article
    પોલીસ સ્ટેશનમાંથી સ્કોર્પિયો ચોરાઈ, CCTV:છોટા ઉદેપુરમાં પ્રોહિબિશનના ગુનામાં જપ્ત ગાડી લઈ બે અજાણ્યા શખસ ફરાર, ચોરીને પગલે પોલીસ દોડતી થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment