Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં PM સ્વનિધિ ધિરાણ કેમ્પ યોજાયો:નગરપાલિકા દ્વારા આયોજિત કેમ્પમાં 120 નાના વેપારીઓને લોનનો લાભ મળ્યો

    3 days ago

    બોટાદ નગરપાલિકા, એસ.બી.આઈ. કોર્ટ કમ્પાઉન્ડ શાખા, બેંક ઓફ બરોડા (BOB) અને એન.યુ.એલ.એમ. શાખાના સંયુક્ત ઉપક્રમે હરણકુઈ સ્થિત ઘાંચી સમાજ હોલ ખાતે પી.એમ. સ્વનિધિ યોજના અંતર્ગત ધિરાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આશરે 120 લાભાર્થીઓએ યોજનાનો લાભ મેળવ્યો હતો. કેમ્પ દરમિયાન, લાભાર્થીઓને રૂબરૂ બોલાવીને જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી અને ધિરાણ મંજૂર કરવામાં આવ્યું હતું. આ આર્થિક સહાયથી નાના વેપારીઓ પોતાના વ્યવસાય માટે જરૂરી માલસામાન ખરીદીને રોજગારીને વધુ મજબૂત બનાવી શકશે. સમગ્ર કાર્યક્રમનું આયોજન બોટાદ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચીફ ઓફિસર, બેંકના મેનેજરો, સમાજના પ્રમુખ, યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પી.એમ. સ્વનિધિ યોજના નાના વેપારીઓને આત્મનિર્ભર બનાવવા અને તેમની આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે કેન્દ્ર સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે.
    Click here to Read More
    Previous Article
    ‘If Modi won’t sack Dharmendra Pradhan, he is responsible too’: Abhijeet Dipke to Express
    Next Article
    પંચમહાલમાં આદિજાતિ વિકાસ માટે ₹31 કરોડ મંજૂર:938 વિકાસકાર્યોના વાર્ષિક આયોજનને બેઠકમાં લીલીઝંડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment