Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂની અદાવતમાં યુવક પર જર્મન શેફર્ડ શ્વાન છોડી હુમલો:​ક્રાઈમ બ્રાન્ચમાં બાતમી આપ્યાની શંકા રાખી પડોશીએ હુમલો કરી રિક્ષાચાલકને સાંકળ વડે માર માર્યો, CCTV આવ્યા સામે

    19 hours ago

    રાજકોટ શહેરના મવડી પ્લોટ વિસ્તારમાં ફાયરબ્રિગેડ સામે આવેલ અમરનગર શેરી નંબર 1માં જૂની અદાવતનો ખાર રાખીને એક યુવક પર તેના જ પડોશીએ પાલતુ જર્મન શેફર્ડ શ્વાન વડે હુમલો કરાવવાની અને શ્વાનને બાંધવાની લોખંડની સાંકળ વડે માર મારવાની ઘટના સામે આવી છે. જે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમરનગરમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા 34 વર્ષીય કિશનભાઈ રમેશભાઈ મેવાડા નામના યુવકે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં પોતાના જ વિસ્તારમાં રહેતા દીપ કૃષ્ણસિંહ જાડેજા નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તારીખ 28.09.2026ના રોજ સાંજના આશરે 7 વાગ્યા આસપાસ પોતે પોતાના ઘર પાસે રિક્ષા લઈને બેઠા હતા દરમિયાન પડોશમાં રહેતો આરોપી દીપ કૃષ્ણસિંહ જાડેજા પોતાનું પાલતુ જર્મન શેફર્ડ શ્વાન લઈને ત્યાં આવ્યો હતો. દીપે આવેશમાં આવીને ગાળાગાળી કરી હતી અને "તમે ક્રાઈમ બ્રાન્ચમાં મારી વાત કરો છો અને અગાઉ પણ મોબાઈલ બાબતે ખોટી રીતે હેરાન કર્યા હતા" તેમ કહી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ ઉશ્કેરાયેલા દીપે પોતાની પાસે રહેલી શ્વાનને બાંધવાની લોખંડની સાંકળ વડે આડેધડ માર મારવાનું શરૂ કર્યું હતું. ​માર મારવા ઉપરાંત આરોપી દીપે પોતાના હિંસક જર્મન શેફર્ડ શ્વાનને ફરિયાદી પર છોડી મૂક્યો હતો જેમાં શ્વાનએ કિશનભાઈના શરીરે આડેધડ બચકાં ભરી લેતાં ડાબા હાથે, જમણા હાથે તથા ડાબા પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને લોહી નીકળવા લાગ્યું હતું. સાંકળના પ્રહારથી કપાળ અને જમણી આંખ પાસે પણ ગંભીર મૂઢ ઈજાઓ થઈ હતી. આ પછી ફરિયાદી કોઈ પણ રીતે બચીને પોતાના ઘરમાં ભાગી ગયા છતાં આરોપીએ તેમના ઘર પાસે આવીને તેમની પત્ની સાથે પણ બેફામ ગાળાગાળી કરી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ જતાં આરોપી શ્વાન સાથે ત્યાંથી નાસી છૂટ્યો હતો. બનાવ બાદ ઈજાગ્રસ્ત કિશનભાઈના પિતા રમેશભાઈએ તુરંત 112 અને 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કિશનભાઈને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મોડાસાની રત્નદીપ યોગ શાખામાં વરિષ્ઠ નાગરિકોએ કૃષ્ણોત્સવ ઉજવ્યો:અભિનય અને રાસથી ભક્તિનો માહોલ સર્જાયો, ઉપસ્થિત સૌ મંત્રમુગ્ધ થયા
    Next Article
    પંચમહાલ જિલ્લામાં 6 PIની આંતરિક બદલી:ગણેશ વિસર્જન બંદોબસ્ત પૂરો થતાં SP ડૉ. હરેશ દુધાતે આદેશ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment