Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સબ સ્ટેશનના લોકાર્પણ કાર્યક્રમમાં સ્થાનિક નેતાઓની અવગણના થતાં રાજકીય ગરમાવો:આંબા ગામે જેટકોના સબ સ્ટેશન લોકાર્પણ કાર્યકમમાં સ્થાનિક ધારાસભ્ય તથા સાંસદની બાદબાકીથી વિવાદ

    17 hours ago

    સંતરામપુર તાલુકાના આંબા ગામે 12.66 કરોડના ખર્ચે નિર્મિત 66 કે.વી. સબ-સ્ટેશનનું રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરીયાના હસ્તે લોકાર્પણ સંપન્ન થયું છે. આ પ્રોજેક્ટથી સંતરામપુર અને ગોધર તાલુકાના 16ગામોના 5000 થી વધુ વીજ ગ્રાહકોને 24 કલાક અવિરત વીજળી મળવાનો માર્ગ મોકળો થયો છે, પરંતુ જેટકો (GETCO) તંત્રની શરમજનક લાપરવાહી અને ગંભીર બેદરકારીના કારણે આ મહત્વપૂર્ણ વિકાસ કાર્યક્રમ રાજકીય વિવાદ અને ચર્ચાના એરણે ચડ્યો છે. સ્થાનિક ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ અને સાંસદ જશવંતસિંહ ભાભોરની બાદબાકી કરવામાં આવતાં રાજકીય મોરચે દિવસભર ચર્ચાનો વિષય બન્યો હતો. જેટકો દ્વારા મુદ્રિત કરવામાં આવેલી આમંત્રણ પત્રિકામાં સરકારી શિષ્ટાચાર અને પ્રોટોકોલના નિયમોની ગંભીર અવગણના કરવામાં આવી છે. આ પત્રિકામાં મહીસાગર જિલ્લાના પ્રથમ નાગરિક એવા જિલ્લા પંચાયતના પ્રમુખ, સંતરામપુર તાલુકાના પ્રથમ નાગરિક એવા તાલુકા પંચાયતના પ્રમુખ, સંતરામપુર 123 વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય તથા પૂર્વ કેબિનેટ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર તેમજ આ વિસ્તારના સાંસદ સભ્ય જશવંતસિંહ ભાભોર જેવા મહાનુભાવોના નામનો ઉલ્લેખ સુદ્ધા કરવામાં આવ્યો ન હતો. તંત્રની આ ઘોર બેદરકારી અને શિષ્ટાચારના ભંગના કારણે સ્થાનિક નેતાઓ આ કાર્યક્રમથી ગેરહાજર રહ્યા હતા. ઉપસ્થિત લોકોમાં આ તમામ જનપ્રતિનિધિઓની ગેરહાજરી ભારે ચર્ચાઓનો વિષય બની હતી. ખાસ કરીને, મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના આંબા ગામે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિક સંતરામપુર વિધાનસભા અને સ્થાનિક આગેવાન-નેતાઓની સદંતર બાદબાકી કરવામાં આવી હતી જ્યારે બીજી તરફ પંચમહાલ સાંસદ અને મોરવા હડફના ધારાસભ્યની ઉપસ્થિતિ કે નામો બાબતે થયેલી વિસંગતતાને કારણે આ સમગ્ર આયોજન લોકમુખે ભારે ચર્ચાનો વિષય બન્યું છે.આ ઘટના બાદ સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો સાથે ચર્ચાનો વિષય બન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    CCTVની મદદથી કલાકોમાં શોધી‎:જગતમંદિર પાસે વાલીથી વિખૂટી પડેલી બાળા મળી
    Next Article
    એક કલાકની જહેમત બાદ મહાકાય આખલાને પાંજરાપોળ ટ્રસ્ટે જીવ બચાવ્યો:ગોધરામાં પ્લાસ્ટિક-કચરો ખાવાથી બીમાર પડેલા આખલાનું રેસ્કયૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment