Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક કલાકની જહેમત બાદ મહાકાય આખલાને પાંજરાપોળ ટ્રસ્ટે જીવ બચાવ્યો:ગોધરામાં પ્લાસ્ટિક-કચરો ખાવાથી બીમાર પડેલા આખલાનું રેસ્કયૂ

    16 hours ago

    ગોધરા રેલવે સ્ટેશન સ્થિત પોલીસ ચોકી નંબર-6 પાસે છેલ્લા ઘણા દિવસોથી એક મહાકાય આખલો બીમાર હાલતમાં ભટકી રહ્યો હતો.પ્લાસ્ટિકની કોથળીઓ અને અન્ય કચરો ખાવાને કારણે આખલાની તબિયત અત્યંત લથડી ગઈ હતી અને તેનું શરીર ઠંડું પડી ગયું હતું. આ સ્થિતિ જોઈ સ્થાનિક મુસ્લિમ યુવાનોએ ત્વરિત જાગૃતિ દાખવી 1962 ''કરુણા એમ્બ્યુલન્સ''ને કોલ કરતા ટી આવી હતી અને દર્દશામક અને શક્તિના ઇન્જેક્શનો આપ્યા હતા. પરંતુ સ્થિતિ ગંભીર હોવાથી આખલો રસ્તા પર જ બેસી ગયો હતો. ત્યારબાદ યુવાનોએ શ્રી જીવ કલ્યાણ પાંજરાપોળ ટ્રસ્ટ, ગોધરાનો સંપર્ક કર્યો હતો. ગોધરા પાંજરાપોળની ગો સેવા વાહની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.રેસ્ક્યુ કામગીરી દરમિયાન દર્દથી પીડાતો મહાકાય આખલો બેકાબુ બનતા મુશ્કેલી ઊભી થઈ હતી. સ્થાનિક યુવાનો અને ટ્રસ્ટની ટીમે એક કલાકની ભારે જેહમત બાદ આખલા પર કાબૂ મેળવી તેને ગૌ સેવા વાહનમાં સુરક્ષિત રીતે પાંજરાપોળ ખાતે ખસેડ્યો હતો.આ રેસ્ક્યુ જોવા લોકોના ટોળાં ઉમટી પડતાં ટ્રાફિક ખોરવાયો હતો. પ્લાસ્ટિક અને ખીલીઓ પચાવી ન શકતા પશુઓ બીમાર પડે છે જીવ કલ્યાણ પાંજરાપોળ ખાતે દર મહિને રખડતાં ઢોરના પેટમાંથી લોખંડની ખીલીઓ અને પોલિથીન પ્લાસ્ટિક કચરો કાઢવા માટે સરેરાશ ૨ ઓપરેશન કરવા પડે છે. પશુઓ આ અપાચ્ય વસ્તુઓ પચાવી શકતા નથી,જેથી ગંભીર બીમારીઓનો ભોગ બને છે.આજે રેસ્ક્યુ કરાયેલા આખલાની પણ ઘન ગંભીર સારવાર અને સર્જરી હાથ ધરવામાં આવી છે. ડૉ.અમરસિંહ રાણા (એનિમલ ડૉક્ટર, ગોધરા)
    Click here to Read More
    Previous Article
    સબ સ્ટેશનના લોકાર્પણ કાર્યક્રમમાં સ્થાનિક નેતાઓની અવગણના થતાં રાજકીય ગરમાવો:આંબા ગામે જેટકોના સબ સ્ટેશન લોકાર્પણ કાર્યકમમાં સ્થાનિક ધારાસભ્ય તથા સાંસદની બાદબાકીથી વિવાદ
    Next Article
    વેપારીના તેમજ માતા અને પત્નીના ખાતામાંથી નાણાં ઉપડી ગયા‎:ગોધરાના વેપારીના વોટ્સએપ પર ‘ઇ-ચલણ’ની APK ફાઈલ મોકલી ₹3.59 લાખની ઠગાઇ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment