Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેપારીના તેમજ માતા અને પત્નીના ખાતામાંથી નાણાં ઉપડી ગયા‎:ગોધરાના વેપારીના વોટ્સએપ પર ‘ઇ-ચલણ’ની APK ફાઈલ મોકલી ₹3.59 લાખની ઠગાઇ કરી

    14 hours ago

    ગોધરા ખાતે રહેતા અને વેપાર- ધંધો કરતા વેપારીના વોટ્સએપ પર ‘ઇ-ચલાણ’ નામે APK ફાઈલ મોકલીને ફોન હેક કરી લીધો હતો. ત્યાર બાદ સાયબર માફિયાઓએ વેપારીના બેંકના પોતાના વ્યક્તિગત ખાતા ઉપરાંત તેમની માતા તથા પત્ની સાથેના જોઈન્ટ બેંક એકાઉન્ટ્સમાંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન્સ કરી કુલ ₹3,59,992 ઉપાડી લીધા હતા. આ અંગે વેપારી દ્વારા ગોધરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગોધરા શહેરના સોનીવાડ વિસ્તારમાં રહેતા અને શહેરા તાલુકાના પાદરડી ગામે અનાજ-કરિયાણા તથા કાપડની દુકાન ચલાવતા અર્પણ રાજેન્દ્રકુમાર શાહના મોબાઈલ નંબર પર વોટ્સએપમાં તા.13 મે 2026 ના બપોરના સમયે ‘ઇ-ચલાણ’ નામની એક APK ફાઈલ આવી હતી. અર્પણભાઈએ આ ફાઈલ પર ટચ કરીને ઓપન કરતા જ તેમનો ફોન હેક થઈ ગયો હતો અને બંધ થઈ ગયો હતો. બીજા દિવસે તા.14 મે 2026 ના રોજ સવારે નવ વાગ્યાની આસપાસ તેમણે વેપારના કામકાજ માટે મોબાઈલમાં બેંકિંગ એપ્લિકેશન ખોલી હતી. જોકે, બેંક ખાતામાં પૂરતું બેલેન્સ ન બતાવતા તેમણે ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી ચકાસી હતી. હિસ્ટ્રી જોતા જ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, કારણ કે તેમના ખાતામાંથી અનેક અલગ-અલગ ટ્રાન્ઝેક્શન્સ દ્વારા રકમ કપાઈ ચૂકી હતી. વધુ તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે સાયબર ઠગોએ અર્પણભાઈના આઇડીબીઆઇ બેંક ગોધરા શાખાના વ્યક્તિગત ખાતામાંથી તેમજ તેમની માતા ચેતનાબેન અને પત્ની સિલ્કીબેન સાથેના જોઈન્ટ ખાતાઓમાંથી મળી કુલ ₹3,59,992 ઉપડી ગયા હતા. જેથી અર્પણભાઈએ ગોધરા શહેર એ ડીવિઝન પોલીસ મથકે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કઇ તારીખે કેટલા રૂપિયા ઉપડી ગયા ? ગોધરાની આઇડીબીઆઇ બેંકના અર્પણના એકાઉન્ટમાંથી તા.13/05/2026: ₹19,999 (પાંચ વખત) તથા ₹1,00,000 મળીને ₹1,99,995 તથા તા.14/05/2026: ₹23,000 મળી કુલ ₹2,22,995 અને માતા ચેતનાબેન સાથેના જોઈન્ટ એકાઉન્ટમાંથી તા. 13/05/2026ના રોજ ₹4,998 અને તા.14/05/2026ના રોજ ₹90,000 મળી કુલ ₹94,998 તથા પત્ની સિલ્કીબેન સાથેના જોઈન્ટ એકાઉન્ટમાંથી તા. 13/05/2026ના રોજ ₹19,999 (ત્રણ વખત) તથા ₹999 (બે વખત) મળી કુલ ₹41,999, કુલ ₹3,59,992નું ટ્રાન્ઝેક્શન્સ થયું હતું.
    Click here to Read More
    Previous Article
    એક કલાકની જહેમત બાદ મહાકાય આખલાને પાંજરાપોળ ટ્રસ્ટે જીવ બચાવ્યો:ગોધરામાં પ્લાસ્ટિક-કચરો ખાવાથી બીમાર પડેલા આખલાનું રેસ્કયૂ
    Next Article
    રેથોન દરમિયાન અનેક પ્રી-ઇવેન્ટ્સ યોજાશે‎:છોટાઉદેપુરમાં આગામી 13 ડિસેમ્બરે ‘દોડ 2.0- મેરેથોન’ યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment