Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેથોન દરમિયાન અનેક પ્રી-ઇવેન્ટ્સ યોજાશે‎:છોટાઉદેપુરમાં આગામી 13 ડિસેમ્બરે ‘દોડ 2.0- મેરેથોન’ યોજાશે

    13 hours ago

    છોટાઉદેપુરમાં રમત-ગમત અને જનજાગૃતિનો મહાઉત્સવ ‘દૌડ 2.0 – છોટાઉદેપુર મેરેથોન' તા.13 ડિસેમ્બરના રોજ યોજાવા જઈ રહી છે. આ મેરેથોન માત્ર એક દોડ પૂરતી સીમિત ન રહેતાં, સમગ્ર છોટાઉદેપુર જિલ્લાની એકતા, સ્વસ્થતા અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને ઉજવતો એક વિશેષ દોડ છે. જિલ્લા કલેકટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદનના વિસી ખંડ ખાતે દોડ 2.0ની પત્રકાર પરિષદ યોજાઇ હતી. જિલ્લા કલેકટર ગાર્ગી જૈનને જણાવ્યું હતું કે, તા.13 ડિસેમ્બરે આ ‘દૌડ 2.0 – છોટાઉદેપુર મેરેથોન' યોજાનાર છે. આ વર્ષે તેમાં દરેક વયના લોકો ઉત્સાહભેર ભાગ લઈ શકે તે માટે 1 કિલોમીટર: કિડ્સ રન, 5 કિલોમીટર: ફન રન, 10 કિલોમીટર: ચેલેન્જ, 21 કિલોમીટર: હાફ મેરેથોન, 42 કિલોમીટર: ફુલ મેરેથોન જેવી ખાસ વિવિધ કેટેગરીઓનું આયોજન કરવામાં આવ્યું છે. ‘દૌડ 2.0’ માત્ર એક મેરેથોન પૂરતી સીમિત ન રહેતાં એક ભવ્ય ઉત્સવ બની રહેશે. આ ઉજવણીના ભાગરૂપે આવનારા મહિનાઓમાં અનેક આકર્ષક પ્રી-ઇવેન્ટ્સ યોજાશે. છોટાઉદેપુર સ્વચ્છતા અભિયાન અંતર્ગત ‘ગ્રીન ડ્રાઇવ અને વૃક્ષારોપણ' તેમજ પ્રાકૃતિક અને ઐતિહાસિક વારસાને જાણવા માટે ‘હેરિટેજ વૉક’ અને ‘નેચર ટ્રેલ'થી પ્રવૃત્તિઓ કરાશે. નાગરિકો અને યુવાનો માટે ‘સાયક્લોથોન', મહિલા સશક્તિકરણ અને ફિટનેસના સંદેશ સાથે ‘સાડી રન', સાહસિકો માટે ‘એડવેન્ચર કેમ્પ' અને વોટર સ્પોર્ટ્સ રમતવીરો માટે ‘કાયકિંગ એક્સપિડિશન'નું આયોજન કરાશે. ગુજરાતીઓની પહેલી પસંદ એવા ‘શરદ પૂર્ણિમાના ગરબા', ‘ગ્રાન્ડ મ્યુઝિકલ નાઇટ' અને સર્જનાત્મકતા ખીલવવા બાળકો માટે ‘પેઇન્ટિંગ સ્પર્ધા' પણ યોજાશે. જ્યારે બાલ મેળો, ફન સ્ટ્રીટ અને ભજન સંધ્યા જેવા વિવિધ કાર્યક્રમો પણ યોજાશે. સ્વસ્થ જીવનશૈલી, સ્વચ્છતા, હરિયાળી અને એકતાનો સાર્વત્રિક સંદેશ આપતા આ મહાઉત્સવમાં જોડાવવા માટે તમામ નાગરિકો, યુવાનો અને વડીલોને સહભાગી બનવા જિલ્લા કલેકટરે અપીલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    વેપારીના તેમજ માતા અને પત્નીના ખાતામાંથી નાણાં ઉપડી ગયા‎:ગોધરાના વેપારીના વોટ્સએપ પર ‘ઇ-ચલણ’ની APK ફાઈલ મોકલી ₹3.59 લાખની ઠગાઇ કરી
    Next Article
    ડીઈઓનીની બેઠકમાં આચાર્યોને યોજનાઓ અંગે માર્ગદર્શન અપાયું‎:છોટાઉદેપુર જિલ્લાના 30 શિક્ષણ સહાયકોને પૂરા પગારનો આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment