Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નીમ કોટેડ યુરિયાનો ઉપયોગ ઉદ્યોગમાં થાય કે કાળા બજારની ચાલ?‎:મોરબીના રંગપર નજીક સિરામિકની બંધ ફેક્ટરીમાંથી વિવિધ 6 કંપનીના યુરિયાની 804 ગુણી કબજે લેવાઈ

    19 hours ago

    મોરબીના રંગપર ગામની સીમમાં આવેલા ઝીબોન સિરામિક નામની બંધ પડેલી સિરામિકની એક ફેક્ટરીમાં સીઆઇડી ક્રાઇમ ગાંધીનગરની ટીમને મળેલી ચોક્કસ માહિતી આધારે ગત મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. અને ફેક્ટરીમાંથી 804 જેટલી અલગ અલગ 6 કંપનીના સબસીડાઈઝ ખાતરનો જથ્થો પકડી પાડ્યો હતો. ચોમાસા પહેલા ખેડૂતો યુરિયા ખાતર મેળવવા વિવિધ સેન્ટર પર ધક્કા ખાતા હતા અને ત્યારે પણ તેઓને પુરતી બેગ મળતી ન હતી. જો કે આ બેગ પાછળ ક્યાંકને ક્યાંક ગેર કાયદેસર સંગ્રહખોરી થઈ હોય તેવી આશંકા સેવાઈ રહી હતી. ભૂતકાળમાં પણ હળવદમાંથી મોટા પાયે યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો હતો, ત્યારે ફરી એકવાર મોરબીમાં ગેરકાયદેસર યુરિયા ખાતરની સંગ્રહખોરીનો ભેદ સીઆઈડી ક્રાઇમની ટીમ દ્વારા ઉકેલવામાં આવ્યો છે. મોરબીના રંગપર ગામમાં આવેલી ઝીબોન સિરામિક પ્રાઇવેટ લિમિટેડ નામની ફેક્ટરીમાં શુક્રવારે મોડી રાત્રે સ્થાનિક પોલીસની જાણ બહાર સીઆઈડી ક્રાઇમ ની ટીમ ત્રાટકી હતી. આ બંધ ફેક્ટરીમાંથી યુરિયા ખાતરની અલગ અલગ 6 કંપનીની 804 બેગ પકડી પાડી હતી. જે બાદ ખરાઇ માટે સ્થાનિક ખેતીવાડી વિભાગને જાણ કરતા મોરબી ખેતીવાડી વિભાગના નાયબ નિયામક કેતન પરસાણીયા અને તેની ટીમ પહોંચી બેગ સરકારી છે કેમ તેની તપાસ કરી હતી. બાદમાં અલગ અલગ 6 નમૂના લેવામાં આવ્યા હતા.હાલ આ તમામ મુદામાલ સીઝ કરી દેવામાં આવ્યો છે અને તેના નમૂના લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે.નમૂનાના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નીમ કોટેડ યુરિયાનો ઉપયોગ ઉદ્યોગમાં થાય કે કાળા બજારની ચાલ?‎ એક તરફ ખેતરમાં ઘટતા ખાતરને લઈ ખેડૂતો પરેશાન હોય અને એક એક બેગ માટે ધકકા ખાઇ રહ્યા હોય ત્યારે આ રીતે આટલો મોટો યુરિયાનો જથ્થો મળવો શંકા ઉપજાવી રહ્યો છે, કે સરકાર દ્વારા યુરિયાનો ઉદ્યોગોમાં વપરાશ ઘટાડવા નીમ કોટેડ કરે છે તેમ છતાં જો સંગ્રહ થતો હોય તો ક્યાંકને ક્યાંક આ સબસીડી યુક્ત ખાતરની કૃત્રિમ અછત કરી ગેરકાયદેસર વેપલો ચલાવામાં આવી રહ્યો હોય તેવી શંકા પણ અસ્થાને નથી. હળવદમાં પણ બે વર્ષ પહેલાં પકડાયો હતો લાખોની કિંમતનો જથ્થો મોરબી જિલ્લામાં યુરિયા ખાતરનો જથ્થો પ્રથમવાર પકડાયું હોય તેવું નથી અગાઉ બે વર્ષ પહેલા હળવદ પોલીસ દ્વારા હળવદમાં ભાજપ આગેવાનના ભાઇની ફેક્ટરીમાંથી લાખોની કિંમતનો ખાતરનો જથ્થો મળ્યો હતો, જે સેમ્પલમાં સરકારી સબસિડીવાળો જથ્થો હોવાનું સામે આવતા અલગ અલગ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી તેમની ધરપકડ કરવામાં આવી હતી હાલ તમામ આરોપીઓ જામીન પર હોવાનું સામે આવ્યું છે. નમૂના લઈ જૂનાગઢ લેબોરેટરીમાં મોકલાયા સીઆઈડી ક્રાઇમની ટીમે તપાસ કરતા આ જથ્થો મળી આવતા તેઓએ અમને જાણ કરી હતી અને અમે સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં અમને ઇફ્કો કંપનીની 431,આઇપીએલ 75, જીએસએફસીની 44,કૃભકો 188, ચંબલ ફાર્ટિલાઇઝરની 19 અને જીએનએફસીની 47 એમ કુલ 804 બેગ મળી આવતા તમામ 6 કંપનીની બેગમાંથી એક એક સેમ્પલ લઈ જૂનાગઢ લેબોરેટરી ખાતે તપાસ માટે મોકલી આપ્યા છે. > કે. જી. પરસાણીયા, નાયબ નિયામક ખેતીવાડી વિભાગ જથ્થો સીઝ કરાયો છે, બાકીની વિગતો અમારા સુધી પહોંચી નથી સીઆઇડી ક્રાઇમની ટીમે ખાતરનો આ જથ્થો સીઝ કરી દીધો છે, જો કે આ ગોડાઉન કોનું છે અને આમાં કોણ કોણ સામેલ છે તે સહિતની કોઇ વિગતો અમને આપવામાં આવી છે. અમે તપાસ કરી રહ્યા છીએ અને જથ્થો શંકાસ્પદ હતો કે કેમ તે રિપોર્ટ આવ્યા પછી જ સામે આવી શકશે. > નિલેશ ઘેટિયા ,પીઆઇ, મોરબી તાલુકા પોલીસ.
    Click here to Read More
    Previous Article
    જેનું લાલનપાલન કરવામાં જાત ઘસી નાખી એ માતૃઋણ દીકરો ભૂલ્યો‎:મોરબીમાં મકાન પોતાના નામે કરી દેવા પુત્રે સગી જનેતાને ફટકારી
    Next Article
    CCTVની મદદથી કલાકોમાં શોધી‎:જગતમંદિર પાસે વાલીથી વિખૂટી પડેલી બાળા મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment