Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જેનું લાલનપાલન કરવામાં જાત ઘસી નાખી એ માતૃઋણ દીકરો ભૂલ્યો‎:મોરબીમાં મકાન પોતાના નામે કરી દેવા પુત્રે સગી જનેતાને ફટકારી

    20 hours ago

    મોરબીમાં કળયુગી શ્રવણે પત્ની સાથે મળી તેમના 90 વર્ષીય વયોવૃદ્ધ માતા હલન ચલન પણ માંડ કરી શકે એવા હોઇ, તેમના જીવનના આખરી પડાવમાં આદર સત્કાર કરી કાળજીપૂર્વક જતન કરવાને બદલે મકાન તેના નામે કરવાનું રીતસર દબાણ કર્યું હતું. પણ જનેતાએ આશરો એના નામે કરવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા પુત્ર અને પુત્રવધૂએ માતા સાથે ઝપાઝપી કરી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની વયોવૃદ્ધ માતાએ તેના પુત્ર અને પુત્રવધુ સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. મોરબીના વીસીપરા વિસ્તારની અંદર ચાર ગોદામ પાછળ આવેલા આંબેડકર નગર કોલોની શેરી નં-4 માં રહેતા પુરીબેન વીરાભાઇ ચાવડા (ઉ.વ.90) નામના વૃદ્ધાએ તેમના આંબેડકર કોલોનીમાં જ રહેતા સગા પુત્ર રામજીભાઈ વીરાભાઇ ચાવડા અને પુત્રવધુ ભાનુબેન રામજીભાઈ ચાવડાની સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેમના પુત્ર અને પુત્રવધુએ તેઓની માલિકીનું મકાન પોતાના નામે કરી આપવા માટે કહ્યું હતું ત્યારે વયોવૃદ્ધ માતાએ પોતાની માલિકીનું મકાન પુત્રના નામે કરી આપવાની ના પાડી હતી. આથી મકાન પોતાના નામે કરવા માટે રઘવાયા બનેલો પુત્ર ક્રોધાવેશમાં પોતાનું લાલન પાલન કરવામાં જાત ઘસી નાખનાર સગી જનેતાનું ઋણ ભૂલી ગયો હોય એમ ઉશ્કેરાઈ ગયેલા પુત્ર અને પુત્રવધૂએ ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી ઝપાઝપી કરીને શરીરે મુઢ ઇજા કરી હતી. એટલું જ નહીં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ વૃદ્ધાએ સારવાર લીધા બાદ પોતાના પુત્ર અને પુત્રવધુની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં વરસાદ થંભી ગયાને સપ્તાહ થયું છતાં દુષિત પાણીનું વિતરણ:પાણીજન્ય રોગચાળો વકરે તેવી ભીતિ વચ્ચે હેવી ક્લોરીશનની સૂચના આપી દીધાનો તંત્રનો બચાવ
    Next Article
    નીમ કોટેડ યુરિયાનો ઉપયોગ ઉદ્યોગમાં થાય કે કાળા બજારની ચાલ?‎:મોરબીના રંગપર નજીક સિરામિકની બંધ ફેક્ટરીમાંથી વિવિધ 6 કંપનીના યુરિયાની 804 ગુણી કબજે લેવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment