Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં વરસાદ થંભી ગયાને સપ્તાહ થયું છતાં દુષિત પાણીનું વિતરણ:પાણીજન્ય રોગચાળો વકરે તેવી ભીતિ વચ્ચે હેવી ક્લોરીશનની સૂચના આપી દીધાનો તંત્રનો બચાવ

    21 hours ago

    મોરબીની આશરે 4 લાખથી વધુ જનતાને પીવાનું પાણી પુરુ પાડતો મહાકાય મચ્છુ - 2 ડેમ 24 જુલાઈએ અને ગત શનિવારે બીજી વખત ઓવરફ્લો થવાથી સતત એટલે 13 દિવસથી ગટર જેવું દૂષિત પાણી વિતરણ કરવામાં આવી રહ્યું હોવાથી ભયકર પાણીજન્ય રોગચાળો વકરવાની ભીતિ હોવા છતાં તંત્ર પાણીનું શુદ્ધિકરણ જ ન કરતા જન આરોગ્ય રામભરોસે મુકાઇ ગયું છે. મોરબીના સામાકાંઠે કેસરબાગ અને નઝરબાગ એમ બે સ્થળે ફિલ્ટર પ્લાન્ટ આવેલા છે. આમા એક ફિલ્ટર પ્લાન્ટ પાણી પુરવઠા અને બીજો મહાનગરપાલિકા હસ્તક છે. પરંતુ ફિલ્ટર પ્લાન્ટની યોગ્ય જાળવણી જ ન કરતા ગંદકીની ભરમાર જામી છે. આટલું ઓછું હોય એમ સાધનોમાં ટેકનીકલ ક્ષતિને કારણે આ ફિલ્ટર પ્લાન્ટમાં પાણીનું શુદ્ધિકરણ થાય એવી ક્ષમતા જ નથી. આ ઉપરાંત મચ્છુ ડેમ ઉપરવાસમાં ઔદ્યોગિક એકમો હોવાથી પાણીના વહેણમાં માટીને કારણે વરસાદનું પાણી માટીમાંથી ભળીને ડેમમાં આવ્યું હોવાથી ડેમમાં દૂષિત પાણીનો સંગ્રહ થયો છે. જેથી દૂષિત પાણી આપીને મનપા હાથ ઉંચા કરી રહી છે. નવું પાણી આવ્યું હોય હેવી ક્લોનીરેશનની સૂચના આપી દેવાઇ હોવાનો પાણી પુરવઠા બોર્ડના ઇજનેરનો દાવો‎ મચ્છુ ડેમ થોડા દિવસોમાં ઉપરાઉપરી બે વખત ઓવરફ્લો થયો અને ઉપરથી જે ડેમમાં પાણી આવ્યું માટી સાથે ભળીને આવ્યું હોય એટલે દૂષિત પાણીની સમસ્યા સર્જાય છે. જો કે આ પાણીનું ક્લોરીશન થાય જ છે. ક્લોરીશન વગર વિતરણ કરતા જ નથી. પણ ડોળ જ વધુ હોવાથી ક્લોરીશનમાં પણ દૂષિત પાણી લાગે જ છે. જો કે ફિલ્ટર પ્લાન્ટની ક્ષમતા બહુ ઓછી હોય તેથી શુદ્ધિકરણ કરવા માટે પાણી વિતરણ કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને હવે હેવી ક્લોરીશનની સૂચના આપી દીધી છે અને પાણીની ગુણવત્તા શ્રેષ્ઠ થાય એ માટે તકેદારીના તમામ પગલાં લેવાય રહ્યા છે. લોકોના આરોગ્યને જરાય હાનિ ન પહોંચે એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. > મહેશ દામા, મોરબી જિલ્લા પાણી પુરવઠાના કાર્યપાલક ઈજનેર પરવડે તેમ ન છતાં પાણી વેચાતું લેવું પડે છે 12-13 દિવસથી એકદમ ગંદુ પાણી આવે છે. પીવામાં તો કોઈ કાળે ઉપયોગમાં લઇ શકાય એમ નથી. અમે સામાન્ય મજૂરી કામ કરતા હોય રોજ પીવાનું શુદ્ધ પાણી વેચાતું લેવાની આર્થિક ક્ષમતા ન હોવા છતાં મજબૂરી વશ રોજ પાણીના બાટલા મંગાવવા પડે છે. પણ સ્નાન અને કપડાં કે અન્ય વપરાશ માટે આ દૂષિત પાણીનો મને કમને ઉપયોગ કરવો છે. દૂષિત પાણીને લીધે ઘણીબધી તફલિફો થાય છે. તેથી વહેલી તકે તંત્ર આ ગંભીર પ્રશ્નનું નિરાકરણ કરે તેવી આમારી માંગ છે. > સીમાદેવી જવાહર રાજપૂત, ગૃહિણી શુદ્ધ પાણી વગર તો જીવવું મુશ્કેલ 2017થી લગાતાર આ ડેમ ઓવરફ્લો થતો આવ્યો છે. ડેમનું પાણી દિવસો સુધી પીવા તો ઠીક વાપરવામાં પણ ઉપયોગ લઈ શકાય એમ નથી. તેથી સામન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવતા અંસંખ્ય લોકોને પીવા અને વાપરવા માટે પાણી વેચાતું લેવું પરવડે એમ જ નથી. એટલે મનપા કે પાણી પુરવઠા તંત્રએ એકબીજા ઉપર જવાબદારીનો ખો આપવાને બદલે લોકોના આરોગ્ય માટે શક્ય હોય એટલા તમામ તકેદારીના પગલાં લઈ જરૂર પડે તો પાણી દૂષિત કરનાર સામે આકરી કાર્યવાહી કરી તેમજ ફિલ્ટર પ્લાન્ટમાં પાણી શુદ્ધિકરણ થાય એવી નક્કર કાર્યવાહી કરીને લોકોનું સ્વાસ્થ્ય જાળવવું જોઈએ. > હર્ષદભાઈ સોલંકી, જાગૃત નાગરિક
    Click here to Read More
    Previous Article
    બાઇક સવાર માતા-પુત્રીને બચાવ્યા‎‎:સજનપર-વાંકાનેર-હડમતિયા ત્રિવેણી સંગમ પાસેની ઘટના, કાર ખેતરમાં ઉતારી દીધા બાદ પલટી, શિક્ષકનો બચાવ
    Next Article
    જેનું લાલનપાલન કરવામાં જાત ઘસી નાખી એ માતૃઋણ દીકરો ભૂલ્યો‎:મોરબીમાં મકાન પોતાના નામે કરી દેવા પુત્રે સગી જનેતાને ફટકારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment