Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાઇક સવાર માતા-પુત્રીને બચાવ્યા‎‎:સજનપર-વાંકાનેર-હડમતિયા ત્રિવેણી સંગમ પાસેની ઘટના, કાર ખેતરમાં ઉતારી દીધા બાદ પલટી, શિક્ષકનો બચાવ

    22 hours ago

    વિદ્યાર્થીઓને ઉચ્ચ કોટીનું જ્ઞાન આપવાની સાથે શિક્ષક પોતે પણ પોતાના જીવની પરવા કર્યા વગર નાગરિક હોવાના પ્રથમ કર્તવ્યને નીભાવતા હોવાની ઘટના મોરબી જિલ્લામાં સામે આવી છે. અશ્વિનભાઈ સદાતીયા નામના શિક્ષક પોતાની ફરજની ડ્યૂટી પૂર્ણ કરીને ઘરે પરત જઈ રહ્યા હોય એ દરમિયાન સજનપર-વાંકાનેર-હડમતિ યા ત્રિવેણી સંગમ પાસેની ઘટનામાં બાઈક અને હેવી ટ્રક વચ્ચે સર્જાઈ શકે તેવી ગંભીર દુર્ઘટનાને સમયસૂચકતાથી ટાળી પોતાની જાનની પરવા કર્યા વગર મા-પુત્રીનો જીવ બચાવ્યો હતો. અશ્વિનભાઈ સદાતીયા ફરજ પૂરી કરીને ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન ત્રિવેણી સંગમ પાસે ગોળાઈના સ્થળે એક તરફથી મા-પુત્રી બાઈક પર આવી રહ્યાં હતાં, જ્યારે બીજી તરફથી તોતીંગ ટ્રક આવી રહ્યો હતો. ત્રીજી તરફ તેમની કાર હતી, આ પરિસ્થિતિમાં ક્ષણભરમાં ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી સ્થિતિ ઊભી થઈ હતી. પરિસ્થિતિને પારખીને તેમણે સમયસૂચકતા વાપરીને કારને રસ્તાની બાજુ આવેલા ખેતરમાં સલામત જગ્યાએ ઉતારી દેતા કાર પલટી મારી ગઈ હતી. શિક્ષકે એક નહિ પણ બે જીવ બચાવ્યા હતા. ઘટનાસ્થળે જે સ્થિતિ હતી તેમાં શિક્ષક સ્થિતિ પારખી ગયા હતા કે, આ માતા પુત્રીને બચાવવાની જરાય કોશિશ કરીશ તો પણ પોતાની જિંદગીની સલામતી નહિ રહે. કાર ગતિમાં હોવાથી ખેતરમાં ઉતરીને ગોથું ખાઇ ગઇ હતી. જો કે તેમને ઉની આંચ પણ આવી ન હતી.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથ જિલ્લામાં ઉર્જા જાગૃતિ અભિયાન:વિદ્યાર્થીઓ દ્વારા ઉર્જા બચતનો સંકલ્પ લેવાયો
    Next Article
    મોરબીમાં વરસાદ થંભી ગયાને સપ્તાહ થયું છતાં દુષિત પાણીનું વિતરણ:પાણીજન્ય રોગચાળો વકરે તેવી ભીતિ વચ્ચે હેવી ક્લોરીશનની સૂચના આપી દીધાનો તંત્રનો બચાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment