Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથ જિલ્લામાં ઉર્જા જાગૃતિ અભિયાન:વિદ્યાર્થીઓ દ્વારા ઉર્જા બચતનો સંકલ્પ લેવાયો

    1 day ago

    ગીર સોમનાથમાં ગુજકોસ્ટ તથા ગુવનલના સહયોગથી શ્રી ધર્મભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પી.એમ. શ્રી તાતીવેલા પ્રાથમિક શાળા અને શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, ઈણાજ ખાતે ઉર્જા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ઉર્જા બચત, ઉર્જાના કાર્યક્ષમ ઉપયોગ અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમની શરૂઆત ઉર્જા જાગૃતિ રેલીથી થઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ ઉર્જા બચતનો સંદેશ લોકો સુધી પહોંચાડ્યો હતો. ત્યારબાદ ચિત્ર સ્પર્ધા, પોસ્ટર મેકિંગ, પીપીટી પ્રેઝન્ટેશન, ઉર્જા ક્વિઝ તેમજ ઉર્જા સાપસીડી જેવી સર્જનાત્મક અને રસપ્રદ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. વિદ્યાર્થીઓને ઉર્જાના વિવિધ સ્ત્રોતો, કરકસરપૂર્વક ઉપયોગ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અંગે સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ વૃક્ષારોપણ કરી હરિયાળું પર્યાવરણ જાળવવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન ધર્મેશભાઈ મકાણીએ આપ્યું હતું. અંતે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ઉર્જા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી અને ઉર્જાનો બિનજરૂરી બગાડ ટાળવા તેમજ અન્ય લોકોને પણ જાગૃત કરવાની અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમના સફળ આયોજન બદલ શાળા પરિવાર અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વરણી કરાઇ:ભાજપ શાસિત મોડાસા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ઘનશ્યામસિંહ કારોબારી અધ્યક્ષ
    Next Article
    બાઇક સવાર માતા-પુત્રીને બચાવ્યા‎‎:સજનપર-વાંકાનેર-હડમતિયા ત્રિવેણી સંગમ પાસેની ઘટના, કાર ખેતરમાં ઉતારી દીધા બાદ પલટી, શિક્ષકનો બચાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment