Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરણી કરાઇ:ભાજપ શાસિત મોડાસા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ઘનશ્યામસિંહ કારોબારી અધ્યક્ષ

    1 day ago

    ભાજપ શાસિત મોડાસા તાલુકા પંચાયતમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી સત્તાની ખેંચતાણનો આખરે અંત આવ્યો છે. કોંગ્રેસમાંથી ભાજપના પડખે ઉભેલા ઘનશ્યામસિંહ ચંપાવતની સર્વાનુમતે કારોબારી અધ્યક્ષ તરીકે વરણી કરાઇ હતી. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટાઈની સ્થિતિ વચ્ચે ભાજપ માટે સત્તાનું સુકાન સ્થાપવા ટીંટોઇ બેઠકના ઘનશ્યામસિંહ ચંપાવત તારણહાર બન્યા હતા. ત્યારે શુક્રવારના રોજ ટીડીઓના અધ્યક્ષસ્થાને યોજાયેલી કારોબારી સમિતિના અધ્યક્ષ માટેની બેઠકમાં આ નિર્ણય લેવાતા ભાજપે મોડાસા તાલુકા પંચાયતમાં સત્તાનું સૂકાન પોતાના હાથમાં લઈ લીધું છે. બેઠકમાં ભાજપના 7 સભ્યો ઉપરાંત ઘનશ્યામસિંહના સમર્થનથી ભાજપનું પલડું ભારે થય હતું. બેઠકમાં અગાઉ ભાજપના અધ્યક્ષપદ માટેના દાવેદાર મનાતા જયેશભાઈ (જીવન)રબારીએ ઘનશ્યામસિંહ ચંપાવતના નામની દરખાસ્ત મૂકી હતી. તેમજ વિનુભાઈ પટેલે ટેકા આપી દરખાસ્તને તમામ 6 એ ભાજપના સભ્યો દ્વારા સર્વાનુમતે ગ્રાહ્ય રાખી હતી. કારોબારી અધ્યક્ષ ઘનશ્યામસિંહ ચંપાવતે જણાવ્યું કે તાલુકાના વિકાસના કામોને પ્રાથમિકતા અપાશે. ગ્રામ્ય વિસ્તારોમાં રોડ, પાણી, આરોગ્ય અને શિક્ષણના પ્રશ્નો ઉકેલવા માટે કટિબદ્ધ રહીશ. પક્ષભેદ ભૂલીને તમામ 7 સભ્યો સાથે મળીને તાલુકાનો સર્વાંગી વિકાસ કરવો એ જ અમારો ધ્યેય છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ઘનશ્યામસિંહના આ પગલાથી તાલુકા પંચાયતમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.
    Click here to Read More
    Previous Article
    નવીન એસટી બસો શાળા અને કોલેજના સમયે જ સંચાલિત કરાશે‎:શામળાજીમાં 9 અને ખેડબ્રહ્મામાં 15 એસટી બસોનું લોકાર્પણ કરાયું
    Next Article
    ગીર સોમનાથ જિલ્લામાં ઉર્જા જાગૃતિ અભિયાન:વિદ્યાર્થીઓ દ્વારા ઉર્જા બચતનો સંકલ્પ લેવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment