Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવીન એસટી બસો શાળા અને કોલેજના સમયે જ સંચાલિત કરાશે‎:શામળાજીમાં 9 અને ખેડબ્રહ્મામાં 15 એસટી બસોનું લોકાર્પણ કરાયું

    1 day ago

    શામળાજીમાં ભગવાન બિરસામુંડા જન જાતીય ગૌરવ પરિવહન યોજના હેઠળ 9 મિડી બસનું લોકાર્પણ મંત્રી બરંડાના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે મંત્રીએ આદિજાતિ વિસ્તારોના વિકાસ માટે પરિવહન સુવિધા અત્યંત આવશ્યક ગણાવી હતી. કાર્યક્રમ ભિલોડા અને મોડાસા એસ.ટી. ડેપો તેમજ શામળાજી પ્રાયોજના વહીવટદાર કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. મંત્રીએ સંબોધન કરતાં જણાવ્યું કે આદિજાતિ વિસ્તારોના વિકાસ માટે પરિવહન સુવિધા અત્યંત આવશ્યક છે. અંતરિયાળ વિસ્તારો અને ફળિયાઓ સુધી એસ.ટી. બસ સેવા પહોંચાડવાથી વિદ્યાર્થીઓ, નોકરિયાતો, ધંધાર્થીઓ અને સામાન્ય ગ્રામીણ નાગરિકોને નજીકના નગરો તથા બજારો સાથે જોડવામાં મોટો લાભ થશે. આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ અને છેવાડાના નાગરિકો સુધી વાહનવ્યવહારની સુવિધાઓ પહોંચાડવાના સંકલ્પ સાથે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત 15 નવીન બસોને મંત્રી પી. સી. બરંડાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં મંત્રી પી. સી. બરંડાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે અને છેવાડાના વિસ્તારો સુધી પાયાની સુવિધાઓ પહોંચાડવા માટે સતત કાર્યરત છે. ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત શરૂ કરવામાં આવેલી આ નવીન બસો મુખ્યત્વે આદિજાતિના બાળકો અને વિદ્યાર્થીઓ માટે જ શરૂ કરવામાં આવી છે. આ બસો વિશેષ રૂપે શાળા-કોલેજોના સમયે જ સંચાલિત કરવામાં આવશે, જેથી અંતરિયાળ ગામડાઓના બાળકો સમયસર અને સુરક્ષિત રીતે પોતાની શિક્ષણ સંસ્થાઓ સુધી પહોંચી શકે. શાળાના સમયે બસ સુવિધા મળવાથી બાળકોનો કિંમતી સમય બચશે.
    Click here to Read More
    Previous Article
    વાહન માલિકોમાં ભારે નારાજગી:જૂના વાહનોની નોંધણી ફીમાં 159%નો વધારો
    Next Article
    વરણી કરાઇ:ભાજપ શાસિત મોડાસા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ઘનશ્યામસિંહ કારોબારી અધ્યક્ષ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment