Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લૂસિવ‎:કસરા-દાંતીવાડા પાઇપલાઇન યોજના અંતર્ગત પાટણ બનાસકાંઠા જિલ્લામાં 159 તળાવો પાણીથી છલકાશે

    1 day ago

    પાટણ અને બનાસકાંઠાના જે અંતરિયાળ વિસ્તારો વર્ષોથી સિંચાઈના પાણી માટે વલખાં મારતા હતા, ત્યાં હવે ખુશીના વાવડ આવ્યા છે. નર્મદા આધારિત મહાત્વાકાંક્ષી ''કસરા-દાંતીવાડા પાઇપલાઇન યોજના'' અંતર્ગત એક વર્ષના સમયમાં MS પાઇપલાઇન નેટવર્ક બિછાવવાનો પ્રોજેક્ટ પૂર્ણ કરી લેવાયો છે. 684 કરોડના ખર્ચે તૈયાર થયેલી 77 કિમી લાંબી મુખ્ય પાઇપલાઇન દ્વારા પ્રથમ ફેઝમાં બંને જિલ્લાના કુલ 159 તળાવો ભરવાના શરૂ કરવામાં આવ્યા છે, જેથી ખેડૂતોના આંગણે જ સિંચાઈનું પાણી ઉપલબ્ધ બન્યું છે. માત્ર ખેતી પર ગુજરાન ચલાવતાં પાટણ- બનાસકાંઠાના સરહદી વિસ્તારોના ગામો માટે આ યોજના હવે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. જે વિસ્તારોમાં ભૂગર્ભ જળ તળિયે બેસી ગયા હતા, ત્યાં હવે નર્મદાના નીર પહોંચતા ખેડૂતોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરીને 77 કિમી લાંબી મુખ્ય લાઇનનું કામ પૂરું કરાતાં જ 159 તળાવો પાણીથી ભરવા કામગીરી શરૂ કરી છે. પ્રથમ તબક્કો સફળ થતાં જ હવે વહીવટી તંત્ર દ્વારા તાબડતોબ બીજા ફેઝની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. આ બીજા ફેઝ અંતર્ગત મુખ્ય પાઇપલાઇનની આસપાસના 7 કિલોમીટરના એરિયા (ત્રિજ્યા)માં આવતા તમામ ગામોના સિંચાઈના તળાવોને લિંક કરીને ભરી દેવાનું આયોજન છે, જેથી કોઈ પણ ગામ પાણીથી વંચિત ન રહે. સરકારે કસરા-દાંતીવાડા પ્રોજેક્ટને ગતિ આપીને ખેડૂતોની જમીનોને બિનઉપજાઉ થતી અટકાવી લીધી છે.જો તમામ તળાવો ભરાશે તો આ અંતરિયાળ પંથક આગામી દિવસોમાં હરિયાળો બનશે તે નક્કી છે.તેવું નર્મદા વિભાગના DEE ( મહેસાણા ) પુનિત પટેલે જણાવ્યું હતું. તળાવો ભરાય તો શું ફાયદો‎ 1- વોટર ટેબલ ઊંચા આવશે: આસપાસના 5 થી 7 કિમીના બોર-કૂવાના જળસ્તર સુધરશે. 2 - ખેતી અને પશુપાલન સમૃદ્ધ: વર્ષમાં 3 પાક લઈ શકાશે, પશુઓ માટે ઘાસચારો વધશે. 3 - આર્થિક સધ્ધરતા: ખેડૂતો દેવામાંથી મુક્ત થશે અને જમીનો વેચવાની નોબત નહીં આવે. તળાવો ભરવા 77 km લાઇનનું નેટવર્ક બિછાવ્યું‎‎ હારીજ ના માંસાથી દાંતીવાડા સુધી પાઇપલાઇનનું નેટવર્ક બિછાવામાં આવ્યું છે. જેમાં નર્મદા કેનાલ માંથી પાણી ઉપાડવા માટે પંપિંગ સ્ટેશન કાર્યરત કરી ત્યાં પાણી સંપમાં આવ્યા બાદ પાઇપલાઇન નખાઈ છે. પાઇપલાઇન વિસ્તારમાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાં તળાવો સુધી પાઇપ લાઇન કનેક્શન જોડી પાણી તેમાં છોડાઈ રહ્યું છે. હાલમાં 77 કિમી નેટવર્કમાં 159 તળાવોના સાંકળી લેવામાં આવ્યા છે. સરસ્વતી તાલુકાનું સૌથી મોટું તળાવ ભૂકું ભટ્ટ 159 તળાવોમાં સમાવેશ ના કર્યો હોય , પ્રથમ આ ભરવા ખેડૂતોએ માંગ કરી હતી
    Click here to Read More
    Previous Article
    વાઈબ્રન્ટ ગુજરાત; જિલ્લામાં રૂ. 2101 કરોડના 730 MoU‎:અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ઊર્જા મંત્રી અને શહેરી વિકાસ રાજ્ય મંત્રીની ઉપસ્થિતિમાં જિલ્લા સ્તરીય વાઈબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ
    Next Article
    ચીફ ઓફિસરને ભીંસમાં લેવાનો રાજકીય પેંતરો:હિંમતનગર પાલિકાની સામાન્ય સભામાં બોર્ડ દ્વારા કર્મચારીઓની બદલીના નિર્ણયથી વિવાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment