Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચીફ ઓફિસરને ભીંસમાં લેવાનો રાજકીય પેંતરો:હિંમતનગર પાલિકાની સામાન્ય સભામાં બોર્ડ દ્વારા કર્મચારીઓની બદલીના નિર્ણયથી વિવાદ

    1 day ago

    હિંમતનગર નગરપાલિકાની ગુરૂવારે યોજાયેલ સામાન્ય સભામાં ચાર કર્મચારીઓની બદલીનો મામલો ગરમાયો હતો. કર્મચારીઓની બદલી, કાર્ય અને ફરજ સોંપવી વગેરે બાબતોની સત્તા ચીફ ઓફીસરની હોવા છતાં સામાન્ય સભામાં બોર્ડ દ્વારા સત્તા ન હોવા છતાં ઠરાવ કરાયા બાદ રાતોરાત કાર્યાલય આદેશ કરી દેવાયો હોવાનો મામલો હવે કાયદાની ભેખડે ચઢ્યો છે અને વિરોધ પક્ષ દ્વારા ગેરકાયદેસર ઠરાવ પસાર કરવા બદલ પ્રાદેશિક કમિશ્નર સમક્ષ અપીલ કરવામાં આવનાર છે. ​ગુરુવારે સાંજે પાલિકાના સભાખંડમાં પાલિકા પ્રમુખ અરૂણાબેન પંડિયાના અધ્યક્ષસ્થાને અને ચીફ ઓફીસર ઉપેન્દ્ર ગઢવીની ઉપસ્થિતિમાં યોજાયેલી સામાન્ય સભામાં નવું જીમ અને ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીની ઉપસ્થિતિમાં યોજાયેલ સામાન્ય સભામાં નવુ જીમ સેક્ટર, લાયબ્રેરી બનાવવા સહિતના વિકાસ કામોને બહાલી આપવા સહિત ચાર કર્મચારીઓને વધારાની ફરજ સોંપવાનો અને બદલી કરવાનો (19 નંબરના) મુદ્દો ચર્ચામાં લાવી વિરોધ પક્ષના આગ્રહને વશ થઈ મતદાન બાદ બહુમતીથી ઠરાવ કરાયા બાદ રાતોરાત ત્રણ કાયમી કલાર્ક અરૂણભાઈ પ્રજાપતિને હાઉસિંગ વિભાગના વડાની સ્વતંત્ર કામગીરી, હિતેશભાઈ રાવલને હાઉસિંગ કામગીરી ઉપરાંત વ્યવસાયવેરા, ગુમાસ્તાધારા વિભાગના વડા તરીકેની, વસંતભાઈ કે. પટેલને હાઉસિંગ કામગીરી ઉપરાંત આંતરિક ઓડીટની સ્વતંત્રે કામગીરી તથા આકાશ બારોટને ભૂગર્ભ ગટર વિભાગમાં ખાતાના વડાના માર્ગદર્શન હેઠળ માત્ર એસ.ટી.પી. અને પમ્પિંગ સ્ટેશનને લગતી કામગીરી સંભાળવા કાર્યાલય આદેશ કરી દેવાયા હતા. વિરોધ પક્ષના નેતા ઈમરાન અલજીવાલાએ જણાવ્યું કે સામાન્ય સભામાં વિરોધ પક્ષના નેતા ઈમરાન અલજીવાલાએ જણાવ્યું કે સામાન્ય સભામાં વિરોધ નોંધાવ્યો છે કર્મચારી સેવા વિષયક કાર્યસૂચિ મુદ્દા નં 19મા અમે વિરોધ નોંધાવ્યો છે. ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ 1963 ની કલમ 47(2) મુજબ કર્મચારીઓની વહીવટી અને શિસ્તભંગના નિર્ણયો લેવાની સત્તા માત્ર ચીફ ઓફિસરને છે. સામાન્ય સભાને કોઈ કાયદાકીય સત્તા નથી. ચીફ ઓફિસરને ભીંસમાં લેવાનો રાજકીય પેંતરો હિંમતનગર પાલિકામાં ફરજ બજાવતા કેટલાક કર્મચારીઓ પાલિકાના ચૂંટાયેલા સદસ્યો નહી પરંતુ અન્ય પદાધિકારીઓના વિશ્વાસુ બની ગયા હોવાના રાજકીય દ્વેષ સાથે તેમની ફરજ નિષ્ઠાને એરણે ચઢાવી બદલી કરાવવા, રૂખસદ અપાવવા ભારે દબાણ કરી ચીફ ઓફીસરને ભીંસમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ ફરજ સોંપવાનો, બદલીનો આખો મામલો બોર્ડમાં પહોંચતા સોગઠા ગોઠવનારાઓને જ માત મળી છે. તાજેતરની નિમણૂકો બદલીઓ રાજકીય જૂથબંધીનું પરિણામ માત્ર છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લૂસિવ‎:કસરા-દાંતીવાડા પાઇપલાઇન યોજના અંતર્ગત પાટણ બનાસકાંઠા જિલ્લામાં 159 તળાવો પાણીથી છલકાશે
    Next Article
    વઢવાણમાં સલાટ પરિવારોના ઝૂંપડા તોડી પડાયા:દબાણો હટાવાતા વિચરતી જાતિના પરિવારોમાં રોષ; અનેક શ્રમિક પરિવારો બેઘર બન્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment