Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણમાં સલાટ પરિવારોના ઝૂંપડા તોડી પડાયા:દબાણો હટાવાતા વિચરતી જાતિના પરિવારોમાં રોષ; અનેક શ્રમિક પરિવારો બેઘર બન્યા

    1 day ago

    વઢવાણ તાલુકા હેઠળ આવતા સુરેન્દ્રનગરમાં વર્ષોથી વસવાટ કરતા વિચરતી અને વિમુક્ત જાતિના સલાટ પરિવારોના ઝૂંપડાઓ મનપા દ્વારા હટાવી દેવામાં આવતા સ્થાનિક પરિવારોમાં રોષ ફાટી નીકળ્યો છે. આ પરિવારો વર્ષોથી આ જ જગ્યા પર રહીને છૂટક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ તંત્રની આ ઝુંબેશથી હાલ આ ગરીબ પરિવારો ઘરવિહોણા બની ગયા છે. આ રજૂઆતમાં અસરગ્રસ્ત પરિવારોના જણાવ્યા મુજબ, તેઓ પેઢીઓથી આ સ્થળે રહેતા હતા. તંત્ર દ્વારા તેઓને વઢવાણ તાલુકાના બાકરથળી ગામે પ્લોટો ફાળવાયા છે, પરંતુ વહીવટી શિથિલતાના કારણે હજી સુધી તેઓને તે પ્લોટોનો વાસ્તવિક કબજો કે સનદ અપાઈ નથી. પરિણામે, જૂનું રહેઠાણ છીનવાઈ ગયું છે અને નવા ફાળવાયેલા પ્લોટ પર જઈ શકાતું નથી. આ ગંભીર પરિસ્થિતિમાં વિચરતી જાતિના પરિવારોને વૈકલ્પિક અને કાયમી યોગ્ય વ્યવસ્થા મળે તેમજ બાકરથળી ગામે ફાળવાયેલા પ્લોટોનો કાયદેસરનો કબજો કે સનદ વહેલી તકે સુપ્રત કરાય તે માટે રજૂઆત કરાઈ છે. વિચરતા સમુદાય સમર્થન મંચ - સુરેન્દ્રનગરના આગેવાન હર્ષદ વ્યાસની આગેવાની હેઠળ ગંગારામભાઈ સલાટ, રામાભાઈ સલાટ તથા શારદાબેન સલાટ સહિતના અગ્રણીઓએ સુરેન્દ્રનગર મનપાના કમિશનર અને કલેક્ટરને રૂબરૂ મળીને આ બાબતે આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી છે. આ અંગે ગંગારામભાઈ અને શારદાબેન સલાટે જણાવ્યુકે "અમે વર્ષોથી આ શિવ હોટલ પાસે ઝૂંપડા બાંધીને રહીએ છીએ અને મહેનત-મજૂરી કરીને પેટ ભરીએ છીએ. મનપાએ અચાનક અમારા આશરા તોડી નાખ્યા. સરકારે અમને બાકરથળીમાં પ્લોટ આપ્યાની વાત સાચી, પણ હજી સુધી અમને કાગળ સનદ કે કબજો આપ્યો જ નથી. હવે ચોમાસાના વહેલી તકે પ્લોટનો કબજો સોંપે એટલી જ અમારી માંગ છે."
    Click here to Read More
    Previous Article
    ચીફ ઓફિસરને ભીંસમાં લેવાનો રાજકીય પેંતરો:હિંમતનગર પાલિકાની સામાન્ય સભામાં બોર્ડ દ્વારા કર્મચારીઓની બદલીના નિર્ણયથી વિવાદ
    Next Article
    ઝાલાવાડમાં 14 માસમાં અકસ્માતોની વણઝાર:સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હાઇવે સેફ્ટી ટાસ્ક ફોર્સ એક્શનમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment