Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુપીના 14 શહેરોમાં પૂર, મંદિરો-શાળાઓમાં ભરાયું પાણી:બિહારમાં પૂરથી 2 લાખની વસ્તી પ્રભાવિત, હિમાચલ પ્રદેશમાં વરસાદનું એલર્ટ

    18 hours ago

    યુપીમાં વરસાદ અટકી ગયો હોવા છતાં નદીઓ પૂરે વહી રહી છે. ગંગા, શારદા સહિત 15 નદીઓ જોખમના નિશાનની નજીક વહી રહી છે. લખનઉમાં સઈ અને ગોમતી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં 5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે. બારાબંકીમાં પાણી સરકારી શાળાઓ અને મંદિરોમાં પણ ઘૂસી ગયું છે. નેપાળમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે ગંડક, કોસી સહિત અનેક નદીઓ પૂરે વહી રહી છે. તેના કારણે બિહારમાં પૂરની સ્થિતિ ગંભીર બની રહી છે. 6 જિલ્લાઓમાં પૂરને કારણે 2.03 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. પૂરના વધતા જોખમને ધ્યાનમાં રાખીને સીએમ સમ્રાટ ચૌધરીએ વાયુસેના પાસેથી મદદ માગી છે. હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિજ્ઞાન કેન્દ્ર, શિમલાએ 6 અને 7 ઓક્ટોબરે રાજ્યના મેદાની વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. મધ્ય પ્રદેશમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાય 2થી 3 દિવસમાં થઈ શકે છે. હવામાન વિભાગ મુજબ, 3 દિવસ સુધી ભેજને કારણે ઝરમર વરસાદ થઈ શકે છે, પરંતુ કોઈપણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી નથી. રાજસ્થાનમાં આ ચોમાસાની ઋતુમાં આશરે 22 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. ઓછા વરસાદને કારણે ઑક્ટોબરમાં પણ દિવસ દરમિયાન ભારે ગરમી અનુભવાઈ રહી છે. મહત્તમ તાપમાન 38 ડિગ્રીની આસપાસ છે. જ્યારે શુક્રવારે બીકાનેરમાં વરસાદની આગાહી છે. સેટેલાઇટ નકશામાં જુઓ ચોમાસાના વાદળોની સ્થિતિ દેશભરમાંથી હવામાનની તસવીરો
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં મિલકત વેરો ભરવામાં ડાંડાઇ ભારે પડશે:મિલકત જ સીલ થઇ જશે
    Next Article
    ભારતની પહેલી AI સેટેલાઈટ લોન્ચ:અવકાશમાં જ તસવીરોનું વિશ્લેષણ કરશે; ડેટા મોકલવાનો સમય અને ખર્ચ બચશે, આવી ક્ષમતા ધરાવતો વિશ્વનો ચોથો દેશ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment