Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે તિરંગા યાત્રા યોજાઈ:હાથમાં તિરંગા સાથે હજારો લોકો ઉમટ્યા, “ભારત માતા કી જય”ના નારાથી શહેરના માર્ગો ગુંજી ઉઠ્યા

    23 hours ago

    સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ જામનગરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં હજારોની સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. આ વિશાળ તિરંગા યાત્રામાં નાના બાળકોથી લઈને વડીલો સુધીના હજારો નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે "ભારત માતા કી જય" અને "વંદે માતરમ"ના નારાઓથી શહેરના માર્ગો ગુંજી ઉઠ્યા હતા. આ યાત્રામાં જામનગરના સાંસદ પૂનમબેન માડમ, સ્થાનિક ધારાસભ્યો, ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસ અને NCCના જવાનો પણ વિશેષ રૂપે જોડાયા હતા. જવાનોની શિસ્તબદ્ધ ઉપસ્થિતિએ યાત્રાની શોભામાં વધારો કર્યો હતો. તિરંગા યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ત્યારે સ્થાનિક વેપારીઓ અને નગરજનો દ્વારા પુષ્પવર્ષા કરીને તેનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. અનેક સ્થળોએ દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક ઝાંખીઓ પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા 'હર ઘર તિરંગા' અને તિરંગા યાત્રા જેવા અભિયાનોના પરિણામે દેશના પ્રત્યેક નાગરિકમાં રાષ્ટ્રપ્રેમ અને એકતાની નવી ચેતનાનો સંચાર થતો જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    દબાણ હટાવ સેલ દ્વારા કાર્યવાહી:14 ભારે વાહનોને લોક મારી દંડ વસૂલાયો તથા ગેરકાયદેસર દબાણો દૂર કરાયા
    Next Article
    12 કરોડથી વધુના કાપડ ચીટિંગ કેસનો વોન્ટેડ ચિરાગ ઢોલા ઝડપાયો:માર્કેટમાં 'ડી.સી. એન્ટરપ્રાઇઝ'ના નામે કરોડોનો માલ ઉઠાવી દુકાન-મોબાઇલ બંધ કરી ફરાર થતો રીઢો ઠગ ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment