Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાઈબ્રન્ટ ગુજરાત; જિલ્લામાં રૂ. 2101 કરોડના 730 MoU‎:અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ઊર્જા મંત્રી અને શહેરી વિકાસ રાજ્ય મંત્રીની ઉપસ્થિતિમાં જિલ્લા સ્તરીય વાઈબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ

    10 hours ago

    અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ અને શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલાની ઉપસ્થિતિમાં જિલ્લા સ્તરીય વાઈબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે વિવિધ સરકારી વિભાગો અને ઉદ્યોગો વચ્ચે કુલ 730 જેટલા એમ.ઓ.યુ. (MoUs) કરવામાં આવ્યા છે, જેના થકી જિલ્લામાં રૂ. 2101.66 કરોડનું સંભવિત રોકાણ આવશે અને અંદાજે 6941 નવી રોજગારીની તકોનું સર્જન થશે. આ પ્રસંગે ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, 'વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ-2026'માં ડ્રોન ટેકનોલોજી, રોબોટિક્સ અને મશીન લર્નિંગ જેવા આધુનિક વિષયોને આવરી લેવાયા છે. તેમણે યુવા સ્ટાર્ટઅપ્સને આ નીતિનો લાભ લઈ 'વિકસિત ભારત @2047'ના વિઝનને સાકાર કરવા આહવાન કર્યું હતું. રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલાએ ઉમેર્યું કે, નવી નીતિમાં એમ.એસ.એમ.ઈ. (MSME) સેક્ટરને મજબૂત કરવા 50થી 75 ટકા સુધીની પ્રોત્સાહક સબસિડીની જોગવાઈ કરાઈ છે. કલેક્ટર ભવ્ય વર્માએ અમદાવાદની મજબૂત ઇન્ડસ્ટ્રિયલ ઇકોસિસ્ટમ અને સાણંદ, ધોલેરા જેવા અદ્યતન ઇન્વેસ્ટમેન્ટ ઝોનની સિદ્ધિઓ રજૂ કરી હતી. કાર્યક્રમમાં આત્મનિર્ભર અને વાજપાઈ બેન્કેબલ યોજનાના લાભાર્થીઓને સેંક્શન લેટર તથા સબસિડી વિતરણ કરવામાં આવ્યું હતું. નવીનતમ વિષયો પર યોજાયેલા વિવિધ ટેકનિકલ સેમિનારની વિગતો ઉદ્યોગ સાહસિકો માટે વૈવિધ્યસભર વિષયો પર તકનીકી સેમિનાર યોજાયા હતા: .
    Click here to Read More
    Previous Article
    Key challenge to mobilise green capital for developing economies: NK Singh
    Next Article
    ભાસ્કર એક્સક્લૂસિવ‎:કસરા-દાંતીવાડા પાઇપલાઇન યોજના અંતર્ગત પાટણ બનાસકાંઠા જિલ્લામાં 159 તળાવો પાણીથી છલકાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment