Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લખતરમાંથી નામચીન બુટલેગરનો દારૂ ઝડપાયો:રાજકોટ રેન્જ ટીમે ₹30.45 લાખનો જથ્થો જપ્ત કર્યો

    9 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાંથી રાજકોટ રેન્જ ટીમે એક નામચીન બુટલેગરનો ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ ₹30.45 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં 7163 બોટલ દારૂ અને 1080 બીયરના ટીનનો સમાવેશ થાય છે. પોલીસ સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે લખતર ગામની સુથાર શેરીમાં દારૂનો જથ્થો રાખનાર ઇમરાન ઉર્ફે મસાલ હબીબશા, તેના ભાઈ શાહરૂખશા હબીબશા, અને મદદ કરનાર મોઇન મુસ્તફા તથા હીરાભાઈ ભરવાડના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન વિવિધ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 7163 બોટલો અને 1080 બીયરના ટીન મળી આવ્યા હતા, જેની કિંમત ₹29,85,292 થાય છે. આ ઉપરાંત, ₹70,000ની કિંમતનું એક મોટરસાયકલ અને ₹600ની બે તાલપત્રી પણ જપ્ત કરવામાં આવી હતી. આમ, કુલ ₹30,45,892નો મુદ્દામાલ પકડી પાડી લખતર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. દારૂનો જથ્થો મોકલનાર, મંગાવનાર અને વેચાણમાં મદદ કરનાર અન્ય ઇસમો સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    નાણામંત્રી સીતારમણે દાદરા નગર હવેલીની મુલાકાત લીધી:પ્રદેશના વિકાસની પ્રશંસા કરી, કહ્યું- વિકસિત ભારતનું લક્ષ્ય સાકાર થશે
    Next Article
    ગાંજીસર હુમલા કેસમાં ત્રણને સજા:વારાહી કોર્ટે એક વર્ષની કેદ, ₹15,000 દંડ ફટકાર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment