Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાણામંત્રી સીતારમણે દાદરા નગર હવેલીની મુલાકાત લીધી:પ્રદેશના વિકાસની પ્રશંસા કરી, કહ્યું- વિકસિત ભારતનું લક્ષ્ય સાકાર થશે

    9 hours ago

    કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણની મુલાકાત લીધી હતી. તેમણે સેલવાસમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું અને પ્રદેશના આધુનિક માળખાકીય વિકાસની પ્રશંસા કરી. નાણામંત્રીએ સેલવાસમાં રિંગ રોડ ફ્લાયઓવર નીચે તૈયાર કરાયેલા સ્પોર્ટ્સ અને મનોરંજન ઝોનની મુલાકાત લીધી. આ ઝોનમાં ટેબલ ટેનિસ, ચેસ, કેરમ, લૂડો, એર હોકી જેવી ઇન્ડોર ગેમ્સ સાથે બાસ્કેટબોલ અને પિકલબોલ કોર્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીં કેફેટેરિયા, પાર્કિંગ અને મેડિકલ રૂમ પણ છે. આ પ્રવાસ દરમિયાન નિર્મલા સીતારમણે જણાવ્યું કે, 7 લાખની વસ્તી ધરાવતા આ કેન્દ્રશાસિત પ્રદેશમાં શ્રેષ્ઠ રસ્તાઓ, મેડિકલ સુવિધાઓ અને યુનિવર્સિટીઓ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત @2047'ના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં આ પ્રદેશ અગ્રેસર રહેશે. સીતારમણે ઉમેર્યું કે, જો આ જ ગતિએ વિકાસ ચાલુ રહ્યો, તો દમણ-દીવ દેશનો પ્રથમ વિકસિત પ્રદેશ બનશે. તેમણે ઝંડા ચોક સ્થિત સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિરની પણ મુલાકાત લીધી. આ સ્કૂલ કેમ્પસમાં આશરે 11,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જે દેશના સૌથી મોટા સરકારી સ્કૂલ કેમ્પસ પૈકીનું એક છે. નાણામંત્રી સ્માર્ટ બોર્ડ, આધુનિક વિજ્ઞાન પ્રયોગશાળાઓ અને કમ્પ્યુટર લેબ જેવી સુવિધાઓથી પ્રભાવિત થયા. અંતે, તેમણે 25 એકરમાં ફેલાયેલી NAMO મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી. 2019માં સ્થપાયેલી આ સંસ્થામાં હાલ 700થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. અત્યાધુનિક લેક્ચર થિયેટર અને ઓડિટોરિયમથી સજ્જ આ સંસ્થા સ્થાનિક વિદ્યાર્થીઓ માટે મેડિકલ શિક્ષણના દ્વાર ખોલ્યા છે. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં જાહેર જગ્યાઓનો (જેમ કે ફ્લાયઓવર નીચે) સદુપયોગ કરીને સ્પોર્ટ્સ ઝોન બનાવવાનું મોડેલ અન્ય શહેરો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે.
    Click here to Read More
    Previous Article
    સુવેન્દુના PAને જ્યારે ગોળી વાગી ત્યારે તેઓ કોલ પર હતા:ભાજપના ધારાસભ્યએ કહ્યું- મેં તેમના કણસવાનો અવાજ સાંભળ્યો, ફરીથી ફોન કર્યો તો ઉપાડ્યો નહીં
    Next Article
    લખતરમાંથી નામચીન બુટલેગરનો દારૂ ઝડપાયો:રાજકોટ રેન્જ ટીમે ₹30.45 લાખનો જથ્થો જપ્ત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment