Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંજીસર હુમલા કેસમાં ત્રણને સજા:વારાહી કોર્ટે એક વર્ષની કેદ, ₹15,000 દંડ ફટકાર્યો

    8 hours ago

    સાંતલપુર તાલુકાના ગાંજીસર ગામે 2020માં દંપતી પર હુમલો કરવાના કેસમાં વારાહી કોર્ટે ચુકાદો આપ્યો છે. મુખ્ય સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સંજય ચૌધરીની કોર્ટે ત્રણ આરોપીઓને કસૂરવાર ઠરાવી એક વર્ષની સાદી કેદ અને કુલ ₹15,000ના દંડની સજા ફટકારી છે. આ ઘટના 22 ઓગસ્ટ, 2020ના રોજ બની હતી. ગાંજીસર ગામના રહેવાસી ગીતાબેન ચૌધરી અને તેમના પતિ જસવંતભાઈ પોતાના વાડામાં ભેંસો દોહતા હતા. તે સમયે પાણીના નિકાલની જૂની અદાવત રાખી આરોપીઓ નથુભાઈ રામશીભાઈ ચૌધરી, મલાભાઈ રામશીભાઈ ચૌધરી અને હીરાભાઈ રામશીભાઈ ચૌધરી હથિયારો સાથે ધસી આવ્યા હતા. હુમલા દરમિયાન, નથુભાઈએ જસવંતભાઈ પર ધારિયા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી, જ્યારે મલાભાઈએ લોખંડની પાઈપ વડે માર માર્યો હતો. હીરાભાઈએ ગીતાબેન સાથે ઝપાઝપી કરી તેમને ધક્કો મારી નીચે પાડી દઈ ગુનામાં મદદગારી કરી હતી. આ કેસમાં સરકારી વકીલ ભરતભાઈ જી. કેલાએ ધારદાર દલીલો રજૂ કરી હતી. કોર્ટે નોંધ્યું હતું કે ફરિયાદી અને સાક્ષીઓના પુરાવા મેડિકલ રિપોર્ટ સાથે સુસંગત છે. કોર્ટે આરોપીઓને IPC કલમ 323, 324 અને 114 હેઠળ તકસીરવાન ઠરાવ્યા હતા. ન્યાયાધીશે ગુનાખોરીના વધતા ગ્રાફને ધ્યાને લેતા આરોપીઓને પ્રોબેશન (રહેમ) આપવાનો ઇનકાર કર્યો હતો. ત્રણેય આરોપીઓને એક વર્ષની સાદી કેદ અને પ્રત્યેકને ₹5,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. જો દંડ ન ભરે તો વધુ 30 દિવસની કેદની સજાનો આદેશ કરાયો છે. દંડની આ રકમ અપીલનો સમય પૂર્ણ થયા બાદ ભોગ બનનાર દંપતિને ચૂકવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ચુકાદા સમયે એક આરોપી હીરાભાઈ ગેરહાજર હોવાથી તેની સામે પકડ વોરંટ ઈસ્યૂ કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    લખતરમાંથી નામચીન બુટલેગરનો દારૂ ઝડપાયો:રાજકોટ રેન્જ ટીમે ₹30.45 લાખનો જથ્થો જપ્ત કર્યો
    Next Article
    TNDGE Tamil Nadu 12th Result (OUT) LIVE: HSE +2 Results Out, Check Download Link here

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment