Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડૂતો માટે ખોટનો સોદો:મગફળીના ટેકાના ભાવ પ્રતિ મણ ₹3006 અને બજાર ભાવ 3500ને પાર પહોંચ્યા

    8 hours ago

    સરકાર દ્વારા ખરીફ માટે મગફળી, મગ, અડદ અને સોયાબીન ટેકાના ભાવે ખરીદી કરવા નોંધણી ઝુંબેશ હાથ ધરાઇ હતી. સામાન્ય રીતે કચ્છમાં દિવાળી બાદ લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતી હોય છે, પરંતુ આ વર્ષે તંત્ર દ્વારા ખરીદી શરૂ કરવાની કોઈ જાહેરાત જ કરવામાં આવી નથી. મળતી માહિતી પ્રમાણે જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેવા ખેડૂતોએ પણ સારા બજાર ભાવ મ,મળતા મગફળી વેચી દીધી છે. કચ્છમાં ચાલુ ચોમાસા દરમિયાન માત્ર 57% જેટલો જ વરસાદ થવાના કારણે ગત વર્ષની સરખામણીએ વાવેતર વિસ્તારમાં 1.60 લાખ હેક્ટરનો મોટો ઘટાડો નોંધાયો છે. મગફળીનું વાવેતર અડધોઅડધ ઘટીને માત્ર 64,000 હેક્ટર સુધી સીમિત રહ્યું છે, જેના કારણે ઉત્પાદન 64% ઘટીને 1.11 લાખ ટન રહેવાની ભીતિ છે. બજારમાં હાલ ખેડૂતોને પ્રતિ મણ ₹3,300 થી ₹3,600 નો ઊંચો ભાવ રોકડેથી મળી રહ્યો છે, જે સરકારના જાહેર કરેલા ₹1,503.40 પ્રતિ 20 કિલોના ટેકાના ભાવ કરતાં ઘણો વધારે છે. લાભ પાંચમ પછી પણ ક્યારે ટેકાના ભાવે સરકારી ખરીદીનો પ્રારંભ થશે તે મોટો પ્રશ્ન છે. સાથે જ બજારમાં સારા ભાવ મળતાં ખેડૂતોએ મગફળી ઉપાડીને ઓપન માર્કેટમાં જ વેચી નાખી છે. ખોટ ખાઈને ટેકાના ભાવે માલ વેચવા કે સરકારી ગ્રેડિંગ અને પેમેન્ટની રાહ જોવા કોઈ તૈયાર ન હોવાથી ટેકાના ભાવની નોંધણીમાં કચ્છનો આંકડો તળિયે પહોંચ્યો છે. 24 ઓક્ટોબરની અંતિમ તારીખ સુધીમાં સમગ્ર જિલ્લામાંથી મગફળી માટે માત્ર 5,578, મગ માટે 237, અડદ માટે 54 અને સોયાબીન માટે માત્ર 52 ખેડૂતોએ જ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. 24 ઓક્ટોબર સુધી નોંધાયેલા રજીસ્ટ્રેશનનો ડેટા જાહેર કરાયેલ ટેકાના ભાવ ગત વર્ષની સરખામણીએ મગફળી ઉત્પાદનમાં 64%ના કડાકાની ભીતિ
    Click here to Read More
    Previous Article
    ખેડૂતો છ રાહતોની માગ સાથે CMને રજૂઆત:પાક નિષ્ફળતા વચ્ચે ખેડૂતોને ધિરાણ માફી અને પાણી આપો
    Next Article
    ‘ધોળાવીરાની રાંધની પરંપરા’ કચ્છમાં દર દિવાળીએ થાય છે જીવંત !:ટેરાકોટાનાં રમકડાં : સમય બદલાયો પણ રમકડાંની દુનિયા નથી બદલાઈ, માટીના રમકડાનું આકર્ષણ યથાવત્

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment