Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘ધોળાવીરાની રાંધની પરંપરા’ કચ્છમાં દર દિવાળીએ થાય છે જીવંત !:ટેરાકોટાનાં રમકડાં : સમય બદલાયો પણ રમકડાંની દુનિયા નથી બદલાઈ, માટીના રમકડાનું આકર્ષણ યથાવત્

    9 hours ago

    કચ્છની ધરતી પોતાનામાં વર્ષોં જૂના ઇતિહાસ અને સંસ્કૃતિ સમેટીને બેઠી છે. અંદાજિત 5 હજાર વર્ષ પૂર્વેની હડપ્પન સભ્યતાના મહાનગર ધોળાવીરાના ઉત્ખનન દરમિયાન અનેક ચીજવસ્તુઓ મળી આવી છે. આશ્ચર્યની વાત એ છે કે, ધોળાવીરામાંથી માટી (ટેરાકોટા) પકવીને બનાવેલા પશુઓની આકૃતિવાળા જે રમકડાં મળ્યા હતા, તે જ પ્રકારના માટીના રમકડાં આજે પણ દિવાળી પર્વે ભુજની બજારોમાં વેચાઈ રહ્યા છે. જે કચ્છીમાં ‘રાંધ’ તરીકે ઓળખાય છે. સમય બદલાયો, પેઢીઓ પણ બદલાઈ, પરંતુ માટી સાથે જોડાયેલી પરંપરા આજે પણ અકબંધ છે. પુરાતત્વ વિભાગના ઉત્ખનન દરમિયાન ધોળાવીરામાંથી રમકડાંઓ મળ્યા હતા. જેમાં ખૂંધવાળા બળદ, હાથી, અશ્વ, પૈડાંવાળા નાના ગાડાં, પક્ષીઓ, ગેંડા અને શ્વાન જેવા પશુઓની પ્રતિકૃતિઓનો સમાવેશ થાય છે. માટીને આકાર આપી, તેને ભઠ્ઠીમાં પકવીને મજબૂત બનાવવાની એ પ્રાચીન ટેકનિક આજે પણ કચ્છમાં માટીકામ કરતા કારીગરો વાપરી રહ્યા છે. ભુજની બજારોમાં આજે અનેક કારીગરો પ્લાસ્ટિકના રમકડાંની સામે માટીના પારંપરિક રમકડાં વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે અને જાણતા- અજાણતા 5 હજાર વર્ષ જૂની પરંપરાને જીવંત રાખી રહ્યા છે. આપની આ સાંસ્કૃતિક વિરાસતને અમે આજે પણ જાળવી માટીના રમકડાં વેચતા સ્થાનિક કારીગર કુંભાર વૃદ્ધા ચોકફળિયામાં, અજરામર શાળા પાસે બેઠા છે. તેણે જણાવ્યું હતું કે, દિવાળી પર્વે લોકો બાળકોના મનોરંજન અર્થે આ માટીના પશુઓની ખરીદી કરે છે. હાલના સમયમાં આ રમકડાં બનાવવામાં મહેનત વધુ અને વળતર ઓછું છે, પરંતુ અમારું એવું માનવું છે કે, આ આપણી સાંસ્કૃતિક વિરાસત છે, જેને અમે આજે પણ ખંતથી જાળવી રાખી છે. આ રમકડાંની ખરીદી કરતો વર્ગ હજુ પણ મોજૂદ સ્થાનિક વિક્રેતા મહમદભાઈ કુંભારના જણાવ્યા અનુસાર, જે ગ્રાહકો આ રમકડાં અને આપણી પરંપરાનું મૂલ્ય પણ સમજે છે, તેઓ દિવાળી પર અચૂક અમારી પાસે જ આવે છે. સાથે જ ઉમેરતા જણાવ્યું હતુંકે, ઘોડા અને બળદ જેવા માટીના રમકડાંની ખરીદી કરતો વર્ગ હજુ પણ મોજૂદ છે, જે કચ્છની આ કળાને આજે પણ જીવંત રાખી રહ્યો છે. કચ્છમાં આજે પણ પેઢીદર પેઢીનો શોખ કચ્છમાં આજે અનેક પેઢીઓ એવી છે જે દર દિવાળીએ પોતાની ‘નેક્સ્ટ જેન’ માટે આ માટીના રમકડાં ખરીદે છે અને ભૂલકાઓને વચ્ચે બેસાડીને એક ફોટો ખેચી સાચવે છે, ફોટોમાં રમકડાં વચ્ચે બેઠેલો શિશુ મોટો થઈને પોતાના વંશજોના ફોટો ખેચે છે. સંભવત આવા શોખના લીધે પણ આ પરંપરા ટકી છે.
    Click here to Read More
    Previous Article
    ખેડૂતો માટે ખોટનો સોદો:મગફળીના ટેકાના ભાવ પ્રતિ મણ ₹3006 અને બજાર ભાવ 3500ને પાર પહોંચ્યા
    Next Article
    ધનતેરસ:શહેરમાં 35 કરોડનું સોનું અને 150 કિલો ચાંદીની ખરીદી સાથે શૉ રૂમમાં ભીડ દેખાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment