Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધનતેરસ:શહેરમાં 35 કરોડનું સોનું અને 150 કિલો ચાંદીની ખરીદી સાથે શૉ રૂમમાં ભીડ દેખાઈ

    10 hours ago

    ધનતેરસના દિવસે સુવર્ણ, રજત, વાહનો કે વાસણો સહિતની ખરીદી શુભ ઘડાય છે. ભુજમાં સોના અને ચાંદનીની ખરીદીને લઈને બજારમાં અભૂતપૂર્વ અને અદભુત ઉત્સાહ જોવા મળ્યો છે. વર્ષોથી પરંપરાગત રીતે ઉજવાતા આ મહાપર્વ પર આ વર્ષે ગ્રાહકોએ સોના-ચાંદનીની ખરીદીમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ભુજ બુલિયન મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ ભદ્રેશ દોષીના જણાવ્યા અનુસાર, આ વર્ષે ધનતેરસના તહેવાર પર માત્ર ભુજ શહેરમાં જ અંદાજે ₹35 કરોડ સુધીનું સોનું અને આશરે 150 થી 200 કિલો જેટલી માત્રામાં ચાંદીનું વેચાણ થવાનો અંદાજ છે. છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવ નીચા સ્તરે રહ્યા બાદ અચાનક બજારમાં આવેલા વળાંક અને તહેવારના માહોલને કારણે સોની બજાર ધમધમી ઉઠી છે. ભુજની અગ્રણી જ્વેલર્સની દુકાનો અને શોરૂમ્સ પર સવારથી જ ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. નામાંકિત શોરૂમ્સમાં ખરીદી માટે ભારે પડાપડી થઈ હતી. આજના દિવસે સોનાનો ભાવ (વિથ બિલ) ₹1,48,431 પ્રતિ 10 ગ્રામ અને ચાંદનીનો ભાવ ₹1.95 લાખ પ્રતિ કિલો આસપાસ બોલાયો હતો. વૈશ્વિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવોમાં આવેલા ઘટાડા અને બજારના બદલાતા સમીકરણો વચ્ચે ગ્રાહકોએ ઉત્સાહપૂર્વક સોના-ચાંદનીની ખરીદી કરી હતી. આંતરરાષ્ટ્રીય ફેરફારો અને ભાવમાં ઘટના કારણે બજારમાં જામ્યો ખરીદીનો માહોલ
    Click here to Read More
    Previous Article
    ‘ધોળાવીરાની રાંધની પરંપરા’ કચ્છમાં દર દિવાળીએ થાય છે જીવંત !:ટેરાકોટાનાં રમકડાં : સમય બદલાયો પણ રમકડાંની દુનિયા નથી બદલાઈ, માટીના રમકડાનું આકર્ષણ યથાવત્
    Next Article
    પૂર્વ કચ્છમાં મર્સિડીઝ-BMWનો દબદબો:ધનતેરસના દશેરા કરતા 20% વધારા સાથે 6 હજાર નવા વાહનો રસ્તા પર દોડતા થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment