Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂર્વ કચ્છમાં મર્સિડીઝ-BMWનો દબદબો:ધનતેરસના દશેરા કરતા 20% વધારા સાથે 6 હજાર નવા વાહનો રસ્તા પર દોડતા થયા

    11 hours ago

    તહેવારોની સિઝનમાં ધનતેરસના શુભ મુહૂર્તે ઓટોમોબાઇલ માર્કેટમાં ઐતિહાસિક રેકોર્ડ બ્રેક ખરીદી નોંધાઈ છે. વિજયાદશમી સુધી કચ્છમાં રૂ. 150 કરોડના 5,000 વાહનો વેચાયા હતા, જેમાં ધનતેરસના એક જ દિવસમાં 20% નો જંગી વધારો થતાં કુલ ટર્નઓવર રૂ. 180 કરોડને પાર પહોંચ્યું છે. 6,000 થી વધુ નવા વાહનોની ડીલીવરી સાથે ભુજ અને અંજાર/ગાંધીધામ આરટીઓ વિસ્તારોના શોરૂમમાં ગ્રાહકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. ધનતેરસના પવિત્ર દિવસે ખાસ કરીને પૂર્વ કચ્છના ગાંધીધામ અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારમાં મોંઘી અને લક્ઝરી કારોની ભારે માંગ જોવા મળી હતી. ઑટો સેક્ટર સાથે જોડાયેલા વિક્રેતા દિપકભાઈએ જણાવ્યું કે, ગાંધીધામમાં મર્સિડીઝ, ઔડી અને બીએમડબલ્યુ જેવી પ્રીમિયમ બ્રાન્ડની લક્ઝરી ગાડીઓની ડિલિવરી લેવા માટે શોરૂમમાં ગ્રાહકો જોવા મળ્યા હતા. આ ઉપરાંત, રૂ. 12 લાખથી લઈને રૂ. 35 લાખ સુધીની કિંમત ધરાવતી SUV ગાડીઓનું વેચાણ પણ ટોચ પર રહ્યું હતું. લોકોએ અગાઉથી બુક કરાવેલી પોતપોતાની ડ્રીમ કાર ધનતેરસના શુભ મુહૂર્તે જ ઘરે લઈ જવાનું પસંદ કર્યું હતું. બીજી તરફ, ટુ-વ્હીલર ક્ષેત્રે પણ ધનતેરસના દિવસે જબરદસ્ત ઘરાકી જોવા મળી હતી. મોપેડ અને બાઇકમાં પેટ્રોલ વાહનોની સાથોસાથ ઇલેક્ટ્રિક વાહનો (EV) ખરીદવા તરફ લોકોનો ઝુકાવ વધ્યો હતો. ધનતેરસના એક જ દિવસમાં ભુજ અને અંજાર RTO હેઠળ હજારો દ્વિચક્રી વાહનોની સોંપણી કરવામાં આવી હતી. સરળ ફાઇનાન્સ સુવિધા અને ઉત્સવના ડિસ્કાઉન્ટના કારણે પેટ્રોલ અને EV બંને કેટેગરીમાં ધૂમ વેચાણ થયું હતું. ઓટો માર્કેટ અને લક્ઝરી ટ્રેન્ડ ગાંધીધામ-મુન્દ્રામાં ડમ્પર અને કોમર્શિયલ વાહનોની માંગ વધી ગાંધીધામ અને આસપાસના વિસ્તારમાં પોર્ટ અને ટેક્સટાઇલ-કેમિકલ ઉદ્યોગના લીધે લક્ઝરી કારો ખરીદવાનો ક્રેઝ જોવા મળ્યો. મુન્દ્રા અને કંડલા પોર્ટ આધારિત લોજિસ્ટિક્સ હબ તથા માઇનિંગ-લિગ્નાઇટ ઉદ્યોગો હોવાથી ધનતેરસે માલવાહક વાહનોની ડિમાન્ડ પણ ટોચ પર રહી. બાંધકામ અને ટ્રાન્સપોર્ટ બિઝનેસ સાથે જોડાયેલા લોકોએ આ શુભ મુહૂર્તે મોટા ટિપર ડમ્પર, મલ્ટિ-એક્સલ ટ્રેલર અને ઔદ્યોગિક સાધનોના નવા ફ્લીટની ખરીદી કરીને પોતાના વ્યવસાયના નવા શ્રીગણેશ કર્યા.
    Click here to Read More
    Previous Article
    ધનતેરસ:શહેરમાં 35 કરોડનું સોનું અને 150 કિલો ચાંદીની ખરીદી સાથે શૉ રૂમમાં ભીડ દેખાઈ
    Next Article
    ઠગાઇ:મુથૂટના બે મેનેજરો સાથે મળી 22 કેરેટના નામે હલકું સોનું મૂકી ₹36 લાખની ઠગાઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment