Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેન્ટલ કારની ડિસ્પ્લે બગડતાં બબાલ:₹3,000 ચૂકવ્યા છતાં વધુ પૈસા માંગી આધેડ પર હુમલો, નિલમબાગ પોલીસમાં ગુનો દાખલ

    7 hours ago

    ભાવનગર શહેરના ઘોઘાસર્કલ વિસ્તારમાં રહેતા આધેડ પર સેલ્ફ ડ્રાઇવ કાર ભાડે આપતા શખ્સે હુમલો કરી જાહેરમાં માર માર્યાની ઘટના સામે આવી છે. પુત્રએ મિત્રો સાથે ભાડે લીધેલી કારની ડિસ્પ્લેમાં ખામી સર્જાતા નક્કી થયેલા ₹3,000 ચૂકવી દીધા હોવા છતાં કાર માલિકે વધુ નાણાંની માંગણી કરી હતી. આ મામલે સમાધાન કરવા ગયેલા આધેડને ઉશ્કેરાઈને લાફા ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી અપાતાં મામલો નિલમબાગ પોલીસ મથકે પહોંચ્યો છે. ડિસ્પ્લેમાં ફોલ્ટ આવતાં રિપેરિંગ પેટે ₹3,000 ચૂકવ્યા ઘોઘા સર્કલ ટીવી કેન્દ્ર પાછળ 50 વારિયા વિસ્તારમાં રહેતા અને શ્રમકાર્ય કરતા દીપકભાઈ જીવણભાઈ બાંભણિયાએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમના પુત્ર જય અને તેના મિત્રોએ કાળિયાબીડમાં રહેતા ઋષિ ભરતભાઈ સાટીયા પાસેથી સેલ્ફ ડ્રાઇવ કાર ભાડે લીધી હતી. મુસાફરી દરમિયાન કારની ડિસ્પ્લે બગડી જતાં જયે કાર પરત કરતી વખતે રિપેરિંગ પેટે નક્કી થયેલા ₹3,000 ઋષિને ચૂકવી દીધા હતા. જોકે, બીજા દિવસે ઋષિ અચાનક તેમના ઘરે પહોંચ્યો હતો અને સમારકામનો ખર્ચ વધુ થયો હોવાનું જણાવી વધુ નાણાંની અયોગ્ય માંગણી કરી હતી. "તારે જ્યાં જવું હોય ત્યાં જા, અમારું કોઈ કાંઈ નહીં કરી શકે" આર્થિક સ્થિતિ નબળી હોવાથી ખર્ચની વધઘટ અને હિસાબ અંગે સ્પષ્ટતા કરવા માટે દીપકભાઈ 11 સપ્ટેમ્બરના રોજ કાળિયાબીડ સ્થિત લખુભાઈ બસ સ્ટેન્ડ પાસે ઋષિને મળવા ગયા હતા. ત્યાં શાંતિથી વાતચીત દરમિયાન રકમ ઓછી કરવાનું કહેતાં જ ઋષિ સાટીયા એકાએક ઉશ્કેરાઈ ગયો હતો અને દીપકભાઈ સાથે ઝઘડો કરી જાહેરમાં ધોલધપાટ કરી દીધી હતી. સાથે જ "તારે જ્યાં જવું હોય ત્યાં જજે, અમારું કોઈ કાંઈ નહીં બગાડી શકે અને જો ફરિયાદ કરીશ તો ઘોદા મારી દઈશું" તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. નિલમબાગ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જાહેરમાં થયેલા અપમાન અને ધમકી બાદ ભોગ બનનાર આધેડે નિલમબાગ પોલીસ મથકમાં પહોંચી આપવીતી વર્ણવી હતી. પોલીસે આરોપી ઋષિ ભરતભાઈ સાટીયા સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNS) ની કલમ 115(2), 352 અને 351(2) હેઠળ ગુનો દાખલ કરી વધુ કાયદેસરની તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરત રેલવે સ્ટેશને સ્વચ્છતા પખવાડિયામાં લાલ આંખ:ગંદકી કરનારા અને પિચકારીબાજો પાસેથી 1 જ દિવસમાં ₹1.01 લાખનો દંડ વસૂલાયો
    Next Article
    મનપા કમિશનર ઓચિંતા ચેકીંગમાં નીકળ્યા:જાતે પાવડો લઈ કચરો ભર્યો, જાહેરમાં ગંદકી કરનારા ત્રણ પાસેથી રૂ. 3500 ચાર્જ વસુલ્યો, કહ્યું- રાજકોટને સ્વચ્છ રાખવું આપણા સૌની જવાબદારી છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment