Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપા કમિશનર ઓચિંતા ચેકીંગમાં નીકળ્યા:જાતે પાવડો લઈ કચરો ભર્યો, જાહેરમાં ગંદકી કરનારા ત્રણ પાસેથી રૂ. 3500 ચાર્જ વસુલ્યો, કહ્યું- રાજકોટને સ્વચ્છ રાખવું આપણા સૌની જવાબદારી છે

    6 hours ago

    રાજ્ય સરકાર દ્વારા 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર, 2026 દરમિયાન "સેવા સંકલ્પ અભિયાન"ની સમગ્ર રાજ્યમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજરોજ તમામ 18 વોર્ડમાં વિવિધ સ્થળોએ એક સાથે વિશેષ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન મ્યુ. કમિશનર તુષાર સુમેરા સાંજનાં સમયે ઓચિંતા ચેકીંગમાં નીકળ્યા હતા. જેમાં તેમણે જાતે પાવડો લઈ કચરો ભર્યો હતો. તેમજ જાહેરમાં ગંદકી કરનારા ત્રણ પાસેથી રૂ. 3500 ચાર્જ વસુલવા આદેશ આપ્યા હતા. તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, રાજકોટને સ્વચ્છ રાખવું આપણા સૌની જવાબદારી છે. તેમાં કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ કિશાનપરા ચોક નજીક આવેલી પી.જી.વી.સી.એલ.ની કચેરી પાસેના ન્યુસન્સ પોઇન્ટ ખાતે રૂબરૂ સ્થળ ઉપર જઈને હાથ ધરાયેલી સફાઈ કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ અને કામગીરીની સમીક્ષા દરમિયાન મ્યુનિસિપલ કમિશનર માત્ર અધિકારી તરીકે જ નહીં, પરંતુ એક જવાબદાર નાગરિક તરીકે ખુદ પણ હાથમાં પાવડો લઈને સફાઈ કામગીરીમાં જોડાયા હતા. તેમણે સ્થળ પર ઉપસ્થિત તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને શહેરીજનોને સ્વચ્છતા પ્રત્યે સૌની જવાબદારીનો સચોટ સંદેશ આપ્યો હતો. કિશાનપરા ચોક ખાતે નિરીક્ષણ કર્યા બાદ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ મહિલા કોલેજ ચોક સુધીના માર્ગ તથા આલાભાઈના ભઠ્ઠાવાળા રોડ પર સફાઈ વ્યવસ્થા અને સમગ્ર વિસ્તારની સ્વચ્છતાની સ્થિતિની ચકાસણી કરી હતી. તપાસ દરમિયાન આ મુખ્ય માર્ગો પર આવેલ ખાણી-પીણીના ધંધાર્થીઓ, લારી-ગલ્લા ધારકો અને વેપારીઓને પોતાના વ્યવસાય સ્થળની આસપાસ પૂર્ણ સ્વચ્છતા જાળવવા, ડસ્ટબિનનો ફરજિયાત ઉપયોગ કરવા અને જાહેર સ્થળો પર ગંદકી કે કચરો ન કરવા અંગે જરૂરી કડક સૂચનાઓ આપી હતી. મ્યુ. કમિશનરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, વેપારીઓએ પોતાના ધંધાની સાથે આસપાસનું પર્યાવરણ પણ સ્વચ્છ રહે તેની પ્રાથમિક કાળજી લેવી પડશે. લોકો પોતાના ઘર અને વ્યવસાયિક સ્થળની આસપાસનો વિસ્તાર હંમેશા સ્વચ્છ રાખે, જાહેરમાં કચરો ફેંકવાનું ટાળે અને કચરો હંમેશા નિર્ધારિત ડસ્ટબિનમાં જ નાખે. રાજકોટને રાજ્યનું સૌથી સ્વચ્છ અને સુંદર શહેર બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલા મહત્ત્વના અભિયાનમાં દરેક નાગરિક ઉત્સાહપૂર્વક સહભાગી બને તે અત્યંત જરૂરી છે. સ્વચ્છ રાજકોટ બનાવવું એ માત્ર તંત્રની નહીં પરંતુ આપણા સૌની સંયુક્ત જવાબદારી અને છે. ત્યારે તેમાં કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, સફાઈ કામગીરી અને સ્થળ ચકાસણી દરમિયાન મ્યુ. કમિશનરે જાહેરમાં ગંદકી ફેલાવતા તત્વો સામે કડક સપાટો બોલાવ્યો હતો. જાહેરમાં ગંદકી કરતા માલૂમ પડેલા 3 વ્યક્તિઓ સામે સ્થળ પર જ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી, અને તેમની પાસેથી કુલ રૂ. 3,500 નો વહીવટી ચાર્જ એટલે કે દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા "સેવા સંકલ્પ અભિયાન" અંતર્ગત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવી સઘન અને પરિણામલક્ષી સફાઈ કામગીરી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવનાર છે.
    Click here to Read More
    Previous Article
    રેન્ટલ કારની ડિસ્પ્લે બગડતાં બબાલ:₹3,000 ચૂકવ્યા છતાં વધુ પૈસા માંગી આધેડ પર હુમલો, નિલમબાગ પોલીસમાં ગુનો દાખલ
    Next Article
    શિક્ષણથી દૂર થયેલા બાળકોને ફરી અભ્યાસ સાથે જોડાશે:ભુજમાં ‘બેક ટુ સ્કૂલ : ફેઝ-૨’ કાર્યક્રમ, વંચિત બાળકોને મળશે શૈક્ષણિક કિટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment