Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત રેલવે સ્ટેશને સ્વચ્છતા પખવાડિયામાં લાલ આંખ:ગંદકી કરનારા અને પિચકારીબાજો પાસેથી 1 જ દિવસમાં ₹1.01 લાખનો દંડ વસૂલાયો

    7 hours ago

    ભારતીય રેલવે દ્વારા હાલમાં દેશભરમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝન હેઠળ આવતા સુરત રેલવે સ્ટેશને સ્વચ્છતાના નિયમોનું કડક પાલન કરાવવા માટે એક ખાસ જાગૃતિ અને દંડાત્મક ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં માત્ર એક જ દિવસમાં નિયમભંગ કરનારા 101 મુસાફરો સામે કાર્યવાહી કરી કુલ ₹1.01 લાખનો દંડ ફટકારી નવો રેકોર્ડ બનાવ્યો છે. શેરી નાટક દ્વારા મુસાફરોને જાગૃત કરાયા સ્ટેશન પરિસરમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુથી સ્કાઉટ્સ અને ગાઇડ્સના સભ્યો દ્વારા એક રસપ્રદ નુક્કડ નાટક રજૂ કરવામાં આવ્યું હતું. નાટકના માધ્યમથી મુસાફરોને ગમે ત્યાં કચરો ન ફેંકવા, પાન-મસાલા ખાઈને પિચકારી ન મારવા અને પરિસર સ્વચ્છ રાખવા વિનંતી કરાઈ હતી. સ્વચ્છતા એ માત્ર રેલવે તંત્રની જ નહીં પરંતુ મુસાફરોની પણ સહિયારી જવાબદારી છે તેવો મજબૂત સંદેશો આ પ્રદર્શન દ્વારા આપવામાં આવ્યો હતો. 12 કલાક ચાલેલી મેગા ડ્રાઈવ જાગૃતિ કાર્યક્રમની સાથે જ સ્ટેશન પરિસરમાં સવારે 6:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી સઘન ચેકિંગ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. આ ઝુંબેશ ખાસ કરીને પાન-ગુટખાની પિચકારી મારનારા, જાહેરમાં કચરો ફેંકનારા અને બિનજરૂરી રખડપટ્ટી કરી ગંદકી ફેલાવતા તત્ત્વો સામે કેન્દ્રિત હતી. મુંબઈ સેન્ટ્રલના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર (Sr. DCM)ના માર્ગદર્શન હેઠળ 10 ડેપ્યુટી સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ (કોમર્શિયલ) અને આરપીએફ (RPF)ની સંયુક્ત ટીમે સ્ટેશનના તમામ પ્લેટફોર્મ પર રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ હાથ ધર્યું હતું. જન વિશ્વાસ એક્ટ હેઠળ કડક દંડનીય કાર્યવાહી 12 કલાક સુધી ચાલેલી આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન સ્વચ્છતાના નિયમો તોડનારા કુલ 101 લોકો પકડાયા હતા. આ તમામ લોકો પાસેથી સ્પોટ ફાઇન તરીકે કુલ ₹1,01,000ની વસૂલાત કરવામાં આવી હતી. આ દંડાત્મક કાર્યવાહી જન વિશ્વાસ કાયદાની જોગવાઈઓ હેઠળ કરવામાં આવી હતી. મુસાફરોને સહયોગ આપવા રેલવેની અપીલ એક જ દિવસમાં આટલા મોટા પાયે થયેલી કાર્યવાહીથી સ્ટેશન પરિસરમાં ગંદકી ફેલાવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. રેલવે વહીવટીતંત્રે સ્પષ્ટ કર્યું છે કે મુસાફરોને સ્વચ્છ, આરોગ્યપ્રદ અને સુખદ મુસાફરીનો અનુભવ કરાવવા માટે આવા કડક પગલાં આગળ પણ ચાલુ રહેશે. પશ્ચિમ રેલવે દ્વારા તમામ મુસાફરોને જાહેર અપીલ કરવામાં આવી છે કે તેઓ સ્ટેશન અને ટ્રેનોમાં કચરો કે થૂંકવાનું ટાળે અને સ્વચ્છતા પખવાડિયાને સફળ બનાવવા પોતાનું યોગદાન આપે.
    Click here to Read More
    Previous Article
    ગીફ્ટ સિટી નજીક સાબરમતી નદીમાં એક યુવક પાણીમાં ગરકાવ:શાહપુર બ્રિજ નીચે નદીમાં ન્હાવા પડેલા 3 યુવકો ડૂબ્યા, બેનો આબાદ બચાવ
    Next Article
    રેન્ટલ કારની ડિસ્પ્લે બગડતાં બબાલ:₹3,000 ચૂકવ્યા છતાં વધુ પૈસા માંગી આધેડ પર હુમલો, નિલમબાગ પોલીસમાં ગુનો દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment