Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાણસ્મામાં મોબાઈલ કંપનીના કેબલ વાયરની ચોરી કરનાર 3 ઝડપાયા:નેટવર્ક માટેના અંડરગ્રાઉન્ડ કામ દરમિયાન કેબલની ચોરી કરી હતી

    12 hours ago

    ચાણસ્મા પોલીસે વોડાફોન કંપનીના અઢી લાખ રૂપિયાના કેબલ વાયરની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ કેસમાં પોલીસે ચાણસ્માના ત્રણ આરોપીઓની ધરપકડ કરી ચોરાયેલો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ચોરી વોડાફોનના નેટવર્ક માટેના અંડરગ્રાઉન્ડ કામ દરમિયાન થઈ હતી. આ ઘટના ચાણસ્મા-મહેસાણા હાઈવે રોડ પર સાંઈબાબાના મંદિર નજીક બની હતી. વોડાફોન કંપની દ્વારા નેટવર્ક માટે કેબલ વાયર જમીનમાં ઉતારવાની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી માટે લાવવામાં આવેલું રૂ. 2.50 લાખની કિંમતનું 4 હજાર મીટર લાંબુ કેબલ વાયરનું ડ્રમ અજાણ્યા તસ્કરો ચોરી ગયા હતા. રાધનપુરના કોન્ટ્રાકટરે આ અંગે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ચોરીના ગુનાની તપાસ દરમિયાન, ચાણસ્મા પોલીસ સ્ટેશનના અમિતસિંહ વાઘેલા અને ધનજી આચાર્યને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરાઈ હતી. પોલીસે યુક્તિપૂર્વક પૂછપરછ કરતા ચોરીનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે ચાણસ્માના દીપકજી ભરતજી ઠાકોર, સાહિલ વિક્રમજી ઠાકોર અને પ્રકાશજી ભવાનજી ઠાકોર નામના ત્રણ આરોપીઓની અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન, આરોપીઓએ કેબલ વાયરની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેમની પાસેથી ચોરાયેલો કેબલ વાયરનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    માંડવીમાં LCBનો સપાટો, 6 જુગારી ઝડપાયા:રોકડ અને મોબાઈલ સહિત રૂપિયા 36,100નો મુદ્દામાલ જપ્ત કર્યો
    Next Article
    "US Will Bomb The S*** Out Of Oman If It Gets In Way": Trump's Hormuz Warning

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment