Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માંડવીમાં LCBનો સપાટો, 6 જુગારી ઝડપાયા:રોકડ અને મોબાઈલ સહિત રૂપિયા 36,100નો મુદ્દામાલ જપ્ત કર્યો

    11 hours ago

    માંડવી તાલુકાના કોડાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગંજીપાના વડે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે પશ્ચિમ કચ્છ-ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ કાર્યવાહી કરી હતી. LCBની ટીમે દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસની કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી કુલ ₹15,100 રોકડા મળી આવ્યા હતા. આ ઉપરાંત, જુગાર માટે ઉપયોગમાં લેવાતા ગંજીપાનાના 52 નંગ અને પાંચ મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યા હતા. કબજે કરાયેલા મોબાઇલ ફોનની કુલ કિંમત ₹21,000 છે. આમ, રોકડ અને મોબાઇલ સહિત કુલ ₹36,100નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.ઝડપાયેલા આરોપીઓમાં કાનજી વિરજી વિંઝોડા (રહે. આંબેડકરવાસ, બિદડા, તા. માંડવી), મનોજ કરશન મહેશ્વરી (રહે. તલવાણા, તા. માંડવી), સરફરાઝ રમજુ હાલા (રહે. બિદડા, તા. માંડવી), રાણા કરશન જોગી (રહે. તલવાણા, તા. માંડવી), રસિદ ઇબ્રાહીમ રાયમા (રહે. તલવાણા, તા. માંડવી) અને જયંતી બાવલાભાઈ મહેશ્વરી (રહે. તલવાણા, તા. માંડવી) નો સમાવેશ થાય છે. કચ્છ પોલીસ દ્વારા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા જુગારના અડ્ડાઓ અને જાહેર શાંતિને ભંગ કરતી પ્રવૃત્તિઓ પર પોલીસની નજર વધુ કડક બની છે. કોડાય વિસ્તારમાં થયેલી આ કાર્યવાહી પોલીસની સક્રિયતા દર્શાવે છે. આ સમગ્ર કામગીરી ASI દેવજીભાઈ મહેશ્વરી, સુરજભાઈ વેગડા તેમજ હેડ કોન્સ્ટેબલ લીલાભાઈ દેસાઈ, મૂળરાજભાઈ ગઢવી અને રાજેશભાઈ ગઢવી સહિતની LCB ટીમ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાની દહેશત:સોયલા ગામ પાસે પગલાં જોવા મળતા વનવિભાગ ટીમ તપાસ માટે પહોંચી, નર અને માદા હોવાની શક્યતા
    Next Article
    ચાણસ્મામાં મોબાઈલ કંપનીના કેબલ વાયરની ચોરી કરનાર 3 ઝડપાયા:નેટવર્ક માટેના અંડરગ્રાઉન્ડ કામ દરમિયાન કેબલની ચોરી કરી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment