Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાની દહેશત:સોયલા ગામ પાસે પગલાં જોવા મળતા વનવિભાગ ટીમ તપાસ માટે પહોંચી, નર અને માદા હોવાની શક્યતા

    10 घंटे पहले

    અમદાવાદ શહેરના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાયાના 1 મહિનામાં જ જિલ્લાના સાણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ફરી એકવાર દીપડાની દહેશત ઉભી થઈ છે. સાણંદ તાલુકાના સોયલા ગામના શક્તિપુરા વિસ્તારમાં દીપડો દેખાયો હોવાની માહિતી સામે આવતા વન વિભાગની ટીમ દોડતી થઈ છે. સ્થાનિકો દ્વારા સાણંદથી આશરે 12 કિલોમીટર દૂર કડી-વિરમગામ રોડ તરફ દીપડાના પગલાં જોવા મળ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. માહિતી મળતાં વન વિભાગે સંભવિત હિલચાલ ધરાવતા વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે. એક નહીં પણ નર અને માદાની જોડી હોવાની શક્યતા વન વિભાગ પાસેથી મળતી પ્રાથમિક માહિતી મુજબ, વિસ્તારમાં નર અને માદા એમ બંને દીપડા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, દીપડાની હાજરી અંગે સત્તાવાર પુષ્ટિ હજુ સુધી સામે આવી નથી. હાલ વન વિભાગની ટીમ સ્થળ પર તપાસ કરી રહી છે અને પગલાં ખરેખર દીપડાના જ છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ દીપડાની સંભવિત હિલચાલ અંગે પણ નજર રાખવામાં આવી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં લોકોને રાત્રિના સમયે એકલા નહીં નીકળવા અપીલ દીપડાની ચર્ચા વચ્ચે આસપાસના ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા ગ્રામજનોને સાવચેતી રાખવા તેમજ રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા અને શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા સૂચના આપવામાં આવી છે. એક મહિના પહેલા ઘુમા વિસ્તારમાં દીપડાએ દેખા દીધી હતી અમદાવાદના પોશ વિસ્તાર એવા ઘુમામાં પણ એક મહિના પહેલા દીપડાએ દેખા દીધી હતી. 19 જુલાઈએ મોડી રાત્રે સેરેનદીપ સોસાયટીના એક બંગલાની કોટ કૂદતો દીપડો સીસીટીવીમાં કેદ થયો હતો. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    એમ.પી. શાહ કોલેજની બહેનોએ ક્રોસ કન્ટ્રીમાં ત્રીજો ક્રમ મેળવ્યો:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આંતર કોલેજ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન
    Next Article
    માંડવીમાં LCBનો સપાટો, 6 જુગારી ઝડપાયા:રોકડ અને મોબાઈલ સહિત રૂપિયા 36,100નો મુદ્દામાલ જપ્ત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment