Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ₹300માં વારસાઈ જમીન વહેંચણી!:સ્ટેમ્પ ડ્યુટીમાં CM ભૂપેન્દ્ર પટેલનો ખેડૂતોને મોટો લાભદાયી નિર્ણય

    13 hours ago

    રાજ્યમાં ખેતીની જમીનના વારસાઈ સંબંધિત વ્યવહારોને વધુ સરળ અને સસ્તા બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય લીધો છે. સરકાર દ્વારા જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપીને હવે માત્ર ₹300ની ટોકન સ્ટેમ્પ ડ્યુટી વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે ખેડૂતો અને સામાન્ય નાગરિકોને મોટી આર્થિક રાહત મળશે. રાજ્ય સરકારને મળેલી સત્તા મુજબ ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ-9 હેઠળ આ રાહત આપવામાં આવી છે. આ નિર્ણય પાછળ ખેડૂતોના સંગઠનો, કિસાન સંઘ અને સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાનમાં રાખવામાં આવી છે. શું છે નવા નિયમમાં ખાસ? આ નવા નિર્ણય મુજબ વારસાઈ નોંધ હેઠળ સંયુક્ત કબજેદારો વચ્ચે થતા હક્ક પરિવર્તન, નામ દાખલ કરવું કે મિલકત વહેંચણી જેવા દરેક વ્યવહારમાં માત્ર ₹300 સ્ટેમ્પ ડ્યુટી લાગુ પડશે. સીધી લીટીના વારસદારો (પિતા-પુત્ર, દાદા-પૌત્ર) તેમજ તેમની ગેરહાજરીમાં આડી લીટીના વારસદારો (ભાઈ-બહેન વગેરે) વચ્ચે થતા વ્યવહારોને પણ આ રાહત લાગુ પડશે. એક અથવા વધુ તબક્કામાં હક ઉઠાવવો, નામ દાખલ કરાવવું અથવા મિલકત વહેંચણી કરવી હોય—દરેક કેસમાં અલગથી ₹300 સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવાની રહેશે. ખાસ કરીને ખેતીની જમીન માટે આ જોગવાઈ ખૂબ લાભદાયી સાબિત થશે. ખેડૂતોને સીધો ફાયદો આ નિર્ણયથી ખેતીની જમીનની વારસાઈ વહેંચણીમાં આવતા ભારે સ્ટેમ્પ ડ્યુટીના ખર્ચમાંથી ખેડૂતોને મોટી રાહત મળશે. અગાઉ ઊંચી ડ્યુટીના કારણે ઘણા પરિવારો કાયદેસર નોંધણી કરતા નહોતા, જેના કારણે વિવાદો અને કોર્ટ કેસ વધતા હતા. હવે ઓછી ડ્યુટીના કારણે લોકો કાયદેસર દસ્તાવેજીકરણ તરફ આગળ વધશે, જે પારદર્શિતા વધારશે અને જમીનના હક અંગેની ગેરસમજ ઘટાડશે. વિવાદોમાં ઘટાડો, પ્રક્રિયા સરળ પરિવારના સભ્યો વચ્ચે મિલકત વહેંચણી સરળ બનવાથી ભવિષ્યમાં કોર્ટ કેસ અને વિવાદોમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે. હકપત્રક (Record of Rights) વધુ સ્પષ્ટ બનશે, જેના કારણે જમીન માલિકી અંગે સ્પષ્ટતા આવશે. વ્યવસાય કરવાની સરળતાને વેગ સરકારના આ નિર્ણયથી જમીન સંબંધિત વ્યવહારો વધુ ઝડપી અને સરળ બનશે. માત્ર ₹300ની સ્ટેમ્પ ડ્યુટીથી પ્રક્રિયા સરળ બનતા ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને પણ પ્રોત્સાહન મળશે. કુલ મળીને, રાજ્ય સરકારનો આ નિર્ણય ખેડૂતો અને સામાન્ય પ્રજાને આર્થિક રીતે રાહત આપતા સાથે પારદર્શિતા, કાયદેસરતા અને સરળતાને પ્રોત્સાહન આપતો મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    નાસિકનો 10 ધોરણ નાપાસ ઢોંગી બાબા:પૂજાના નામે મર્સિડીઝ અને 6 કરોડ રૂપિયા પડાવ્યા, છોકરીઓ સપ્લાય કરવાનો પણ આરોપ
    Next Article
    કલેક્ટર મિહિર પટેલે વિકાસકાર્યોને પ્રાથમિકતા આપવા નિર્દેશ કર્યો:જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં ચર્ચા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment