Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલેક્ટર મિહિર પટેલે વિકાસકાર્યોને પ્રાથમિકતા આપવા નિર્દેશ કર્યો:જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં ચર્ચા

    12 hours ago

    બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેકટરે વિકાસ કાર્યોને પ્રાથમિકતા આપવા અને પ્રજાના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે અમલીકરણ અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો. બેઠક દરમિયાન ધારાસભ્યો દ્વારા વિવિધ વિભાગોને પૂછાયેલા પ્રશ્નોના સંદર્ભમાં અધિકારીઓ દ્વારા અપાયેલા જવાબો પર ચર્ચા કરવામાં આવી હતી. કલેકટરે મળેલી વિવિધ રજૂઆતો બાબતે સંબંધિત અધિકારીઓ પાસેથી સમીક્ષા લીધી હતી અને કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો. કલેકટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, ધારાસભ્યો દ્વારા રજૂ થયેલા મુદ્દાઓનો હકારાત્મક ઉકેલ સમયમર્યાદામાં આપવામાં આવે તે જરૂરી છે. તેમણે જિલ્લાના વિકાસકાર્યો પણ સમયસર પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. આ બેઠકમાં આરોગ્ય, શિક્ષણ, રોડ-રસ્તા, નેશનલ હાઈવે અને ખાણ-ખનીજ વિભાગ સંબંધિત અગત્યના પ્રશ્નોના નિરાકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર, ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, જિલ્લા વિકાસ અધિકારી એમ. જે. દવે, અધિક નિવાસી કલેક્ટર સી.પી.પટેલ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ₹300માં વારસાઈ જમીન વહેંચણી!:સ્ટેમ્પ ડ્યુટીમાં CM ભૂપેન્દ્ર પટેલનો ખેડૂતોને મોટો લાભદાયી નિર્ણય
    Next Article
    આડાસંબંધમાં મિત્રની માતાની હત્યા કરનારની ધરપકડ, ઘટનાનું રીકન્સ્ટ્રક્શન:વિધવાએ પૈસાની માંગણી કરી ધમકી આપતા ગળુ દબાવી દીધું, લાશ કોથળામાં ભરી મકાનમાં રાખી દીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment