Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુળીમાં ગેરકાયદે રેતી ખનન ઝડપાયું:મુળી મામલતદારની ટીમે ₹30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, નિયમોનું ઉલ્લંઘનમાં કડક કાર્યવાહીની ચેતવણી

    3 days ago

    મુળી તાલુકાના સરા-આંબરડી ગામ વચ્ચે સરકારી જમીનમાં ગેરકાયદેસર રેતી ખનન કરતા એક જેસીબી મશીન અને એક ટ્રેકટર (ટ્રોલી સાથે) ઝડપી પાડવામાં આવ્યા છે. મુળી મામલતદાર સંદીપસિંહ પી. ઝાલા અને તેમની ટીમે આ કાર્યવાહી કરી, જેમાં આશરે ₹30 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના માર્ગદર્શન હેઠળ ખનિજના ગેરકાયદેસર ખનન અને પરિવહન સામે સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ઝુંબેશના ભાગરૂપે મુળી મામલતદારની ટીમે આ દરોડો પાડ્યો હતો. ઝડપાયેલા વાહનોના માલિકોમાં સરા, મુળીના પ્રકાશભાઈ નટવરભાઈ પટેલ અને સરાંભડા, હળવદના અશ્વિનભાઈ લખમણભાઈ રબારીનો સમાવેશ થાય છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં એક જેસીબી મશીન અને ટ્રોલી સાથેનું એક ટ્રેકટર સામેલ છે, જેની અંદાજિત કિંમત ₹30,00,000 છે. આ મામલે લાગુ પડતા કાયદા અને નિયમો મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ જણાવ્યું હતું કે, ખનિજના ગેરકાયદેસર ખનન, ઓવરલોડ પરિવહન અને જાહેર માર્ગોને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓ સામે વહીવટી તંત્ર દ્વારા 'શૂન્ય સહનશીલતા' નીતિ અપનાવવામાં આવી છે. આવા ગુનાઓ સામે ભવિષ્યમાં પણ સતત અને કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે તમામ ખનિજ લીઝધારકો, વાહન માલિકો અને પરિવહનકારોને નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કર્યો છે અને નિયમોના ઉલ્લંઘન સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર કલેક્ટરે ફૂલગ્રામ પંચાયતની ઓચિંતી મુલાકાત લીધી:દફતર તપાસ, વેરા વસૂલાત અને લોકપ્રશ્નોની સમીક્ષા કરી
    Next Article
    અમીરગઢના બોટાવાડામાં ઈશ્વર પટેલની હત્યા કરાઈ હતી:જમીન વિવાદમાં અકસ્માત સર્જી મોતને ઘાટ ઉતારનારને પોલીસે દબોચ્યો, પરિવારની શંકા આધારે ગુનો ઉકેલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment