Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર કલેક્ટરે ફૂલગ્રામ પંચાયતની ઓચિંતી મુલાકાત લીધી:દફતર તપાસ, વેરા વસૂલાત અને લોકપ્રશ્નોની સમીક્ષા કરી

    3 days ago

    સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી અને વઢવાણના મામલતદાર મેહુલ ભરવાડ સહિતના અધિકારીઓ સાથે ફૂલગ્રામ ગ્રામ પંચાયતની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરે પંચાયતના દફતરની તપાસણી કરી અને વિવિધ વહીવટી કામગીરીની સમીક્ષા કરી. મુલાકાત દરમિયાન, વેરા વસૂલાતની પ્રગતિ, દબાણ સંબંધિત પ્રશ્નો અને પંચાયતની અન્ય કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા થઈ. કલેક્ટરે અધિકારીઓને સરકારની યોજનાઓનો લાભ સમયસર લોકોને મળે તે માટે કાર્યક્ષમતા વધારવા અને બાકી પ્રશ્નોનો ઝડપી નિકાલ લાવવા સૂચના આપી. કલેક્ટરે ગ્રામજનોના પ્રશ્નો અને અરજીઓનો સમયસર તથા હકારાત્મક નિકાલ થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું. તેમણે લોકોને સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું. પંચાયતની કામગીરી વધુ અસરકારક અને પારદર્શક બને તે અંગે પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ચોટીલાના કાળાસર ખેરડી ગામના સરપંચનો ભાઈ ગેરકાયદે હથિયાર સાથે ઝડપાયો:8 દિવસમાં 34 ગેરકાયદે હથિયારો જપ્ત, સરપંચના ભાઈ સહિત વધુ ત્રણ જેલહવાલે; આરોપીઓનો આંકડો 17 પર પહોંચ્યો
    Next Article
    મુળીમાં ગેરકાયદે રેતી ખનન ઝડપાયું:મુળી મામલતદારની ટીમે ₹30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, નિયમોનું ઉલ્લંઘનમાં કડક કાર્યવાહીની ચેતવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment