Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમીરગઢના બોટાવાડામાં ઈશ્વર પટેલની હત્યા કરાઈ હતી:જમીન વિવાદમાં અકસ્માત સર્જી મોતને ઘાટ ઉતારનારને પોલીસે દબોચ્યો, પરિવારની શંકા આધારે ગુનો ઉકેલાયો

    3 days ago

    અમીરગઢ તાલુકાના બોટાવાડામાં થયેલા એક અકસ્માતમાં મૃત્યુ પામેલા ઈશ્વરભાઈ પટેલના કેસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસે તપાસ બાદ આ ઘટનાને હત્યા જાહેર કરી છે અને આરોપી ગણેશ રાજપૂતની ધરપકડ કરી છે. ૫ જુલાઈએ ઈશ્વરભાઈ પટેલનું અકસ્માતમાં મોત થયાની ફરિયાદ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જોકે, મૃતકના પરિવારે આ અકસ્માત નહીં, પરંતુ હત્યા હોવાની શંકા વ્યક્ત કરી હતી. પરિવારની શંકાના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. સઘન તપાસ બાદ અમીરગઢ પોલીસને સફળતા મળી અને રામપુરા કરઝા ગામના ગણેશ રાજપૂત નામના વ્યક્તિને ઝડપી પાડ્યો. પોલીસ પૂછપરછમાં આરોપી ગણેશ રાજપૂતે ઈશ્વરભાઈ પટેલની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. ત્યારબાદ પોલીસે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું. અમીરગઢ પીઆઈ બી.ડી. ગોહિલના જણાવ્યા મુજબ, આરોપી ગણેશ રાજપૂતે જણાવ્યું કે મૃતક ઈશ્વરભાઈએ તેના ભાઈની જમીન ખરીદી હતી. ગણેશ પોતે જમીન-દલાલી કરતો હોવાથી તે ઈચ્છતો હતો કે તેના ભાઈની જમીન તેના દ્વારા વેચાય અને તેને દલાલી મળે. ભાઈ અને મૃતક વચ્ચે સીધો સોદો થતાં ગણેશને સારું લાગ્યું ન હતું. આ અદાવતમાં તેણે ઈશ્વરભાઈની અકસ્માતનું રૂપ આપી હત્યા કરી હતી. અમીરગઢ પોલીસ આ ઘટનાની વધુ તપાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    મુળીમાં ગેરકાયદે રેતી ખનન ઝડપાયું:મુળી મામલતદારની ટીમે ₹30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, નિયમોનું ઉલ્લંઘનમાં કડક કાર્યવાહીની ચેતવણી
    Next Article
    LIVE: "Protests To Continue," Says CJP After Meeting With JP Nadda

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment