Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આયુષ્માન કાર્ડથી મહિલાની મગજની સર્જરી થઈ:પાટડીના ધનીબેનને ₹3 લાખનો સારવાર ખર્ચ બચ્યો

    10 hours ago

    પાટડી તાલુકાના સવલાસ ગામના ધનીબેન દશરથભાઈને મગજની સર્જરી કરાવવી પડી હતી. આયુષ્માન ભારત યોજના હેઠળ તેમને ₹3 લાખનો સારવાર ખર્ચ બચ્યો હતો. ધનીબેનને બંને હાથમાં લોહીનો પ્રવાહ યોગ્ય રીતે ન પહોંચવાને કારણે સંવેદનાનો અભાવ અને હાથની કામગીરીમાં મુશ્કેલી અનુભવાતી હતી. તબીબી તપાસ માટે તેમને ઝાયડસ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તબીબોની સલાહ મુજબ, તેમને મગજની સર્જરી કરાવવાની જરૂર હતી, જેનો અંદાજિત ખર્ચ ₹3 લાખ થવાની શક્યતા હતી. આ દરમિયાન, સવલાસ ગામના આરોગ્ય કર્મચારી વિપુલભાઈ પીઠવા અને નયનાબેન સોલંકી દ્વારા પરિવારને આયુષ્માન ભારત યોજના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. ત્યારબાદ ધનીબેનનું આયુષ્માન કાર્ડ બનાવી તેમને યોગ્ય સારવાર માટે હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા. આયુષ્માન કાર્ડના કારણે ધનીબેનને નિઃશુલ્ક સારવાર અને જરૂરી તબીબી સુવિધાઓ મળી. મગજની સર્જરી બાદ હાલમાં તેમની તબિયતમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. આ યોજનાથી પરિવારને આશરે ₹3 લાખના સંભવિત સારવાર ખર્ચમાંથી મોટી આર્થિક રાહત મળી છે. ધનીબેનના પરિવારજનોએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. નિલેશભાઈ રાઠોડ, તાલુકા હેલ્થ ઓફિસર પાટડી ડો. બી.પી. સિંગ, આરોગ્ય કર્મચારી વિપુલભાઈ પીઠવા, નયનાબેન સોલંકી અને સમગ્ર આરોગ્ય ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    છોટા ઉદેપુર કલેક્ટરની ગાડીનો અકસ્માત:બોલેરોચાલકે ટક્કર મારી, ડ્રાઈવરને ઈજા, DMનો આબાદ બચાવ, ચાલક ઝડપાયો
    Next Article
    રાષ્ટ્રપતિ ભવન માટે અમદાવાદ NIDએ સ્વતંત્રતા દિવસ ઇન્વિટેશન કિટ બનાવી:220થી વધુ સભ્યોની ટીમની ચાર મહિના મહેનત, ચાર રાજ્યોની પરંપરાગત હસ્તકળાનો અનોખો સંગમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment