Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાષ્ટ્રપતિ ભવન માટે અમદાવાદ NIDએ સ્વતંત્રતા દિવસ ઇન્વિટેશન કિટ બનાવી:220થી વધુ સભ્યોની ટીમની ચાર મહિના મહેનત, ચાર રાજ્યોની પરંપરાગત હસ્તકળાનો અનોખો સંગમ

    9 hours ago

    નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવન ખાતે 15 ઓગસ્ટ, 2026ના રોજ ભારતનો 80મો સ્વતંત્રતા દિવસ ધામધૂમથી ઉજવાશે. આ ઐતિહાસિક પ્રસંગે ઉપસ્થિત રહેનારા મહાનુભાવો માટે અનોખી ‘ઇન્વિટેશન કિટ’ ડિઝાઇન કરવાનો મોકો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID), અમદાવાદને મળ્યો છે. માર્ચ 2026માં શરૂ કરાયેલા આ વિશેષ પ્રોજેક્ટમાં NID અમદાવાદના ડાયરેક્ટર ડો. અશોક મંડલના નેતૃત્વ હેઠળ ફેકલ્ટી, પૂર્વ વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીઓ અને 220થી વધુ સભ્યોની ટીમે ચાર મહિના સુધી સખત મહેનત કરી છે. આ કિટમાં ભારતની પરંપરાગત લોકકળા, પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ જીવનશૈલીની ઝાંખી રજૂ કરવામાં આવી છે. ચાર રાજ્યોની પરંપરાગત હસ્તકળાનો અનોખો સંગમ લગભગ 100 જેટલા સ્થાનિક કારીગરો અને NID ટીમ દ્વારા તૈયાર થયેલી આ નિમંત્રણ પત્રિકામાં મુખ્યત્વે ભારત દેશના ચાર રાજ્યો છત્તીસગઢ, ગોવા, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રની સમૃદ્ધ હસ્તકળા અને પર્યાવરણીય પદ્ધતિઓને આવરી લેવામાં આવી છે. અતિથિઓના સ્વાગત માટે ‘સેરેમોનિયલ સ્ટોલ’ તૈયાર કરાયો આ ઉપરાંત, કાર્યક્રમમાં હાજર રહેનારા તમામ અતિથિઓનું સ્વાગત કરવા માટે મહેશ્વરમાં રેશમ અને કપાસના તાંતણાથી ખાસ વણાયેલો ‘સેરેમોનિયલ સ્ટોલ’ તૈયાર કરવામાં આવ્યો છે. આ સ્ટોલમાં પણ ચારેય રાજ્યોની વણાટ શૈલી જેવી કે મહારાષ્ટ્રની કારવટ કાઠી, ગોવાની કુણબી, મહેશ્વરની કાંગરા અને છત્તીસગઢની ચિંતા ચોક બોર્ડરનો સમન્વય જોવા મળે છે.
    Click here to Read More
    Previous Article
    આયુષ્માન કાર્ડથી મહિલાની મગજની સર્જરી થઈ:પાટડીના ધનીબેનને ₹3 લાખનો સારવાર ખર્ચ બચ્યો
    Next Article
    પાનેલી-ગીડચના બાળકોને કૃમિનાશક ગોળીઓ અપાઈ:રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી હેઠળ વિતરણ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment