Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાનેલી-ગીડચના બાળકોને કૃમિનાશક ગોળીઓ અપાઈ:રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી હેઠળ વિતરણ કરાયું

    8 hours ago

    મોરબી તાલુકાના પાનેલી ખાતે આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત પાનેલી અને ગીડચ ગામના બાળકોને કૃમિનાશક આલ્બેન્ડાઝોલની ગોળીઓનું વિતરણ કરાયું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવની સૂચના તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરના મેડિકલ ઓફિસર ડો. રાધિકાબેન વડાવિયા અને સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. આરોગ્ય મંદિર પાનેલીના કર્મચારીઓ દિલીપ દલસાણીયા, ખુશ્બુબેન પટેલ, ભાવનાબેન ચાવડા અને આશા વર્કર બહેનોએ ગોળીઓનું વિતરણ કર્યું હતું. આ વિતરણ પાનેલી પ્રાથમિક શાળા, પાનેલી આંગણવાડી, ગીડચ પ્રાથમિક શાળા અને ગીડચ આંગણવાડીના બાળકો ઉપરાંત શાળા કે આંગણવાડીમાં ન જતા બાળકોને પણ આવરી લેવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, બાળકોના આંતરડામાં કૃમિનું સંક્રમણ કુપોષણ, લોહીની ઉણપ અને થાક જેવી સમસ્યાઓ સર્જી શકે છે. તેનાથી બાળકોના શારીરિક અને માનસિક વિકાસ પર પણ નકારાત્મક અસર પડે છે. પેટમાં દુખાવો, ભૂખ ન લાગવી, ઝાડા, વજનમાં ઘટાડો કે ટોઇલેટ કરતી વખતે ખંજવાળ જેવા લક્ષણો કૃમિના સંક્રમણ સૂચવે છે. બાળકોને કૃમિના સંક્રમણથી બચાવવા માટે સરકાર દ્વારા વર્ષમાં બે વખત આલ્બેન્ડાઝોલની ગોળીઓનું વિતરણ કરવામાં આવે છે. આ ગોળી ચાવીને લેવાની હોય છે, જે બાળકો સરળતાથી લઈ શકે છે. રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ દર વર્ષે 10 ઓગસ્ટે ઉજવાય છે. તેનો મુખ્ય હેતુ બાળકોને કૃમિના સંક્રમણથી મુક્ત કરી સ્વસ્થ રાખવાનો છે. આ ઉપરાંત, બાળકોમાં આયર્નની ઉણપ અને પાંડુ રોગનું પ્રમાણ ઘટાડી તેમના જીવનની ગુણવત્તા સુધારવાનો પણ આ દિવસનો ઉદ્દેશ્ય છે. કૃમિના સંક્રમણથી બચવા માટે આરોગ્ય વિભાગ દ્વારા જાગૃતિ પણ ફેલાવવામાં આવી હતી. જેમાં બાળકોને જમતા પહેલા અને શૌચાલયનો ઉપયોગ કર્યા બાદ હાથ સારી રીતે ધોવા, ફળ-શાકભાજી સ્વચ્છ પાણીથી ધોઈને ખાવા તથા વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    રાષ્ટ્રપતિ ભવન માટે અમદાવાદ NIDએ સ્વતંત્રતા દિવસ ઇન્વિટેશન કિટ બનાવી:220થી વધુ સભ્યોની ટીમની ચાર મહિના મહેનત, ચાર રાજ્યોની પરંપરાગત હસ્તકળાનો અનોખો સંગમ
    Next Article
    JPSC Protest: "परीक्षा देकर ऑटो में बैठाऔर एग्जाम रद्द हो गया" | March से पहले की तैयारी क्या थी?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment