Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટા ઉદેપુર કલેક્ટરની ગાડીનો અકસ્માત:બોલેરોચાલકે ટક્કર મારી, ડ્રાઈવરને ઈજા, DMનો આબાદ બચાવ, ચાલક ઝડપાયો

    12 hours ago

    છોટા ઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની ગાડીને દેવલિયા પાસે અકસ્માત નડ્યો છે. એક બોલેરો ચાલકે તેમની ગાડીને ટક્કર મારતા આ ઘટના બની હતી. આ અકસ્માતમાં કલેક્ટર અને તેમના બોડીગાર્ડનો આબાદ બચાવ થયો છે, જ્યારે ગાડીના ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી છે. કલેક્ટર ગાર્ગી જૈન આજે બોડેલીની નવજીવન હાઈસ્કૂલ ખાતે 'કલેક્ટર ઇન ક્લાસરૂમ' કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. દેવલિયા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. સામેથી આવી રહેલા બોલેરો ચાલકે કલેક્ટરની ગાડીને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર બાદ બોલેરો ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ગાડી રસ્તાની બાજુના ખાડામાં ઉતરી ગઈ હતી. કલેક્ટરની ગાડીના ડ્રાઈવર સાઈડના દરવાજાના કાચ તૂટી જતાં ડ્રાઈવરને નાની-મોટી ઈજાઓ થઈ હતી. ગાડીને પણ નોંધપાત્ર નુકસાન થયું છે. પોલીસે બોલેરો ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું ગાંધીનગરમાં CMના હસ્તે પ્રસ્થાન:મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, નાગરિકો અને વિવિધ ક્ષેત્રના લોકો તિરંગા સાથે જોડાયા
    Next Article
    આયુષ્માન કાર્ડથી મહિલાની મગજની સર્જરી થઈ:પાટડીના ધનીબેનને ₹3 લાખનો સારવાર ખર્ચ બચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment