Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠામાં અમદાવાદના યુવક અને યુવતી દારૂ સાથે ઝડપાયા:કિઆ કાર ભગાડતાં પોલીસે ફિલ્મી સ્ટાઈલથી પીછો કરી બંનેને દબોચ્યા, ₹3 લાખનો 1520 બોટલ દારૂ અને બિયર જપ્ત

    2 days ago

    સાબરકાંઠાની પ્રાંતિજ પોલીસે મજરા ગામ પાસે નેશનલ હાઈવે 48 પર નાકાબંધી દરમિયાન એક લક્ઝરી કારમાંથી ₹2.94 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કેસમાં પોલીસે અમદાવાદના નરોડા વિસ્તારના એક પુરુષ અને એક મહિલાની ધરપકડ કરી કુલ ₹8.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મોડસ ઓપરેન્ડી પ્રાંતિજ પોલીસના જનકકુમાર અને મદનસિંહને બાતમી મળી હતી કે હિંમતનગર તરફથી એક સફેદ રંગની કિઆ સોનેટ કાર દારૂ ભરીને અમદાવાદ જઈ રહી છે. પોલીસે મજરા પાસે વોચ ગોઠવતા કાર ચાલકે પોલીસને જોઈ ગાડી ભગાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેને ઓવરટેક કરીને આંતરી લીધી હતી. તપાસ દરમિયાન કારમાંથી મેહુલ મહેન્દ્ર મહેરીયા (28) અને ભૂમિ કાંતિલાલ મહેતા (27) (બંને રહે. નરોડા, અમદાવાદ) ઝડપાયા હતા. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે: ડુપ્લિકેટ નંબર પ્લેટ: કાર પર ખોટો નંબર (GJ-18-EE-1126) લગાવ્યો હતો અને અંદરથી બીજી 4 અલગ-અલગ નંબર પ્લેટો મળી આવી હતી. શંકા ટાળવા મહિલાનો સાથ: પોલીસને શંકા ન જાય તે માટે આરોપી ડ્રાઈવર સીટની બાજુમાં મહિલાને બેસાડી હેરાફેરી કરતો હતો. જપ્ત કરાયેલો મુદ્દામાલ વિદેશી દારૂ અને બિયર (1520 નંગ) ₹2,94,385 કિઆ સોનેટ કાર ₹5,00,000 મોબાઈલ ફોન (2 નંગ) ₹25,000 કુલ મુદ્દામાલ ₹8,19,385 NDPS કેસનો ફરાર આરોપી ઝડપાયો NDPS (નશાકારક પદાર્થો) ના ગુનામાં છેલ્લા 10 મહિનાથી પોલીસને થાપ આપી રહેલા વોન્ટેડ આરોપીને હિંમતનગર બી-ડિવિઝન પોલીસે મહેતાપુરા જકાતનાકા પાસેથી ઝડપી લીધો છે. ડી-સ્ટાફના રાકેશકુમાર અને અભિષેકને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. આ કાર્યવાહીમાં રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના કોટડા તાલુકાના સોનરપ ગામના વતની મોહન હમીરા ખેરની ધરપકડ કરવામાં આવી છે. આરોપી લાંબા સમયથી નાસતો ફરતો હતો, જેની સામે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    'હું બંગાળને બચાવવા ગયો હતો, TMC સરકાર ક્રૂર છે':બંગાળ ચૂંટણીમાં સુરતના યુવકનો દબદબો, CM મમતા બેનર્જીએ લગાવેલા આરોપ પર આપ્યો જડબાતોડ જવાબ
    Next Article
    વડોદરામાં હેરિટેજ બચાવવાનું અભિયાન:150 વર્ષ જૂની પ્રતાપનગર નવગ્રહ વાવની મેગા સફાઈ ઝુંબેશ શરૂ, મ્યુનિ. કમિશનર પણ જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment