Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'હું બંગાળને બચાવવા ગયો હતો, TMC સરકાર ક્રૂર છે':બંગાળ ચૂંટણીમાં સુરતના યુવકનો દબદબો, CM મમતા બેનર્જીએ લગાવેલા આરોપ પર આપ્યો જડબાતોડ જવાબ

    2 days ago

    પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના ગરમાયેલા રાજકીય માહોલમાં હવે સુરતના એક યુવકના નામે જોર પકડ્યું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સુરતના ભાજપ કાર્યકર્તા દીપ પ્રજાપતિ પર બંગાળનું વાતાવરણ ડહોળવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. મમતા બેનર્જીના આ પ્રહાર સામે જડબાતોડ જવાબ આપતા દીપ પ્રજાપતિએ હૂંકાર કર્યો છે કે, તે કોઈ બાંગ્લાદેશી નથી પરંતુ, એક ભારતીય નાગરિક તરીકે ક્રૂર TMC સરકારના શાસનમાંથી બંગાળને બચાવવા માટે ત્યાં ગયો હતો. દીપના આ વળતા પ્રહારે હવે સુરતથી લઈને બંગાળ સુધીના રાજકારણમાં એક નવી ચર્ચા જગાવી છે. 'હું બંગાળને બચાવવા ગયો હતો': દીપ પ્રજાપતિ CM મમતા બેનર્જીના આરોપો પર વળતો પ્રહાર કરતા દીપ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, હું છેલ્લા અઢી મહિનાથી બંગાળમાં હતો. મારો મુખ્ય ઉદ્દેશ્ય બંગાળની જનતાને ત્યાંની વાસ્તવિકતા બતાવવાનો હતો. બંગાળને બચાવવા માટે હું ત્યાં ગયો હતો. જો પ્રચારની વાત કરીએ તો બંગાળને બચાવવા માટે TMCની આ ક્રૂર સરકારને હટાવવી જરૂરી છે. TMCએ એવા કામો કર્યા છે કે, જે હું જાહેરમાં કહી પણ નથી શકતો, લોકો મારી સોશિયલ મીડિયા પ્રોફાઈલ પર જઈને જોઈ શકે છે કે ત્યાં કેવી સ્થિતિ છે. ‘ભારતીય નાગરિક તરીકે ડ્યુટી નિભાવી’ મતગણતરી કેન્દ્ર પર ગાડી રોકવાના વિવાદ અંગે ખુલાસો કરતા દીપે કહ્યું કે, TMCની ગાડી શંકાસ્પદ રીતે જઈ રહી હતી. તેની અંદર EVM પણ હોઈ શકે. જનતાએ આટલી આશા સાથે મતદાન કર્યું હોય ત્યારે તેને બચાવવાની જવાબદારી દરેક ભારતીય નાગરિકની છે. મેં કોઈ ખોટું કામ નથી કર્યું, મે માત્ર મારી ડ્યુટી નિભાવી છે. હું ભારત દેશનો નાગરિક છું, કોઈ બાંગ્લાદેશી નથી કે જે ડરીને બેસી રહે. બંગાળમાં ચાલતા ગુંડારાજથી લોકો ડરેલા છે દીપ પ્રજાપતિએ બંગાળની વર્તમાન સ્થિતિ પર કટાક્ષ કરતા કહ્યું કે, ત્યાં અત્યારે ગુંડારાજ ચાલી રહ્યું છે. લોકોમાં રાષ્ટ્રવાદ જેવું કંઈ રહ્યું નથી અને સામાન્ય જનતા ડરના ઓથાર નીચે જીવી રહી છે. તેમની પાસે અવાજ ઉઠાવવાની શક્તિ નથી, મેં માત્ર તેમને અવાજ આપવાનું કામ કર્યું છે. સુરક્ષાના પ્રશ્ન પર તેમણે ઉમેર્યું કે, "મેં હાલ કોઈ સુરક્ષા માંગી નથી, પણ મને વિશ્વાસ છે કે જો જરૂર પડશે તો સરકાર મને સુરક્ષા પૂરી પાડશે. રાષ્ટ્ર પ્રથમની ભાવનાથી હું ભાજપ સાથે જોડાયેલો છું દીપે વધુમાં જણાવ્યું કે તે એક રાષ્ટ્રવાદી યુવક છે અને 'રાષ્ટ્ર પ્રથમ'ની ભાવનામાં માને છે. તેણે સ્પષ્ટ કર્યું કે, ભારતીય જનતા પાર્ટી તેની વ્યક્તિગત પસંદગી છે. બંધારણે આપેલી સ્વતંત્રતા મુજબ તે કોઈ પણ પક્ષનો પ્રચાર કરી શકે છે. તેણે પોતાના અંગત ખર્ચે અઢી મહિના સુધી બંગાળમાં રહીને લોકોની વચ્ચે કામ કર્યું હોવાનો દાવો પણ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    ‘જે સમાજમાં નથી આવતો, તે તો આતંકવાદી હોય છે’:કપિલના શોમાં સુનીલ પાલનો સમય રૈના પર કટાક્ષ, કોમેડિયને મજેદાર જવાબ આપ્યો
    Next Article
    સાબરકાંઠામાં અમદાવાદના યુવક અને યુવતી દારૂ સાથે ઝડપાયા:કિઆ કાર ભગાડતાં પોલીસે ફિલ્મી સ્ટાઈલથી પીછો કરી બંનેને દબોચ્યા, ₹3 લાખનો 1520 બોટલ દારૂ અને બિયર જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment