Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતના ઉદ્યોગ ક્ષેત્રને મોટો બૂસ્ટર:₹2,999 કરોડથી વધુના પ્રોજેક્ટ્સને મંજૂરી, 6,110થી વધુ સીધી રોજગારી સર્જાશે

    14 hours ago

    ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસને વધુ વેગ આપવા રાજ્ય સરકારે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ હેઠળ ₹2,999 કરોડથી વધુના રોકાણ ધરાવતા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપી છે. નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સોમવારે યોજાયેલી ઉચ્ચસ્તરીય કમિટીઓની બેઠકમાં મોટા ઉદ્યોગો, કેપિટલ સબસિડી, ટેક્સટાઈલ અને ઇન્ડસ્ટ્રિયલ પાર્ક સહિતના પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટ્સથી અંદાજે 6,110થી વધુ સીધી રોજગારીનું સર્જન થવાની સંભાવના છે. 32 મોટા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને મંજૂરી મોટા ઉદ્યોગોને ‘ફાઇનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ’ આપવા માટે યોજાયેલી બેઠકમાં કુલ ₹1,977.04 કરોડના મૂડીરોકાણ ધરાવતી 32 અરજીઓને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સથી અંદાજે 4,739 સીધી રોજગારી ઊભી થશે. અમદાવાદમાં ઓટોમોબાઈલ, મેટલ, સિમેન્ટ અને કોંક્રીટ ક્ષેત્રે ₹528.49 કરોડ, કચ્છમાં મેટલ ક્ષેત્રે ₹332.71 કરોડ, મહેસાણામાં પ્લાસ્ટિક અને મેટલ ક્ષેત્રે ₹301.16 કરોડ તથા મોરબીમાં સિરામિક, કેમિકલ, પેપર અને પ્લાસ્ટિક ક્ષેત્રે ₹480.16 કરોડનું રોકાણ મંજૂર થયું છે. આ ઉપરાંત ગાંધીનગર, ભરૂચ, વડોદરા, સાબરકાંઠા અને સુરતના વિવિધ ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને પણ મંજૂરી અપાઈ છે. કેપિટલ સબસિડી હેઠળ ₹649 કરોડનો પ્રોજેક્ટ મોટા ઉદ્યોગો અને થ્રસ્ટ સેક્ટર માટેની કેપિટલ સબસિડી યોજના હેઠળ ₹649.23 કરોડના રોકાણ ધરાવતા એક પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટથી અંદાજે 871 સીધી રોજગારીનું સર્જન થવાની ધારણા છે. 3 ટેક્સટાઈલ એકમોને પણ સહાય ‘ટેક્સટાઈલ વેલ્યુ ચેઈનમાં ચોક્કસ ક્ષેત્રોને મજબૂત કરવા માટેની સહાય યોજના-2019’ હેઠળ ત્રણ ટેક્સટાઈલ એકમોને સહાય મંજૂર કરવામાં આવી છે. આ ત્રણેય એકમો મળીને ₹165 કરોડનું રોકાણ કરશે અને અંદાજે 500 પ્રત્યક્ષ રોજગારીનું સર્જન કરશે. પાત્ર એકમોને વ્યાજ સહાય અને પાવર ટેરિફ સહાય મળવાની છે તથા આગામી પાંચ વર્ષમાં આ એકમોને ₹50 કરોડથી વધુની સહાય આપવામાં આવશે. 4 ઇન્ડસ્ટ્રિયલ પાર્ક પ્રોજેક્ટ્સને લીલી ઝંડી ગુજરાત ઔદ્યોગિક નીતિ-2020 હેઠળની ‘ઔદ્યોગિક પાર્ક સહાય યોજના’ અંતર્ગત 4 પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સમાં કુલ ₹371.70 કરોડથી વધુનું રોકાણ થશે, જેના પગલે રાજ્યનું ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત બનશે. ઔદ્યોગિક નીતિ-2015થી અત્યાર સુધીમાં ₹1.48 લાખ કરોડનું રોકાણ રાજ્ય સરકારે જણાવ્યું છે કે, ઔદ્યોગિક નીતિ-2015 હેઠળ શરૂ કરાયેલી ‘ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રિઝ’ યોજના દ્વારા અત્યાર સુધીમાં ગુજરાતમાં ₹1,48,336.35 કરોડનું રોકાણ આકર્ષવામાં આવ્યું છે અને 1,65,053 સીધી રોજગારીનું સર્જન થયું છે. સરકારના જણાવ્યા મુજબ આ નીતિથી MSME ક્ષેત્રને પણ વેગ મળ્યો છે અને ગુજરાતમાં ઉદ્યોગોને અનુકૂળ ઇકોસિસ્ટમ વધુ મજબૂત બની છે. આ બેઠકમાં ઉદ્યોગ રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીત, અધિક મુખ્ય સચિવો જયંતી રવિ, ટી. નટરાજન, મમતા વર્મા સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સંદીપ એન્જિનિયર ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કાકડકુઇ માધવ વિદ્યાપીઠમાં ગૌરી વ્રત કાર્યક્રમ:125 બાળાઓને ફરાળ, 300થી વધુ બાળકોને નાસ્તાનું વિતરણ
    Next Article
    ગેરેજની આડમાં દારૂનું કટિંગ ઝડપાયું:ઓફિસના ભોંયતળિયામાં ચોરખાનું બનાવી સંતાડેલો જથ્થો પકડાયો, 16.42 લાખના મુદ્દામાલ સાથે 3 દબોચાયા; બે ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment